-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
૪૬૦ પશુ એમ્બ્યુલન્સ અપવાનાં નિર્ધાર સામે ૨૪૦ અપાઇ ગઇ : કુંવરજીભાઇ બાવળીયા
ધોરાજીમાં સમસ્ત સુન્ની મુસ્મિલ સમાજની એમ્બયુલન્સનું લોકાર્પણ

ધોરાજી,તા.૨૧: ધોરાજી સમસ્ત સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા ધોરાજીની જનતા માટે એમ્બ્યુલન્સનું લોકાર્પણ રાજયના કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાના હસ્તે કરવામાં આવ્યું હતું.
ધોરાજી ત્રણ દરવાજા પાસે યોજાયેલ લોકાર્પણ સમારોહમાં રાજયના કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળિયાએ જણાવેલ કે ધોરાજી સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા ધોરાજી ની જનતા માટે એ સેવા કાર્ય કરેલ છે તે ખરેખર બિરદાવવા લાયક છે અને ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને વિનામૂલ્યે એમ્બ્યુલન્સ સેવા આપવાની જે સુન્ની મુસ્લિમ સમાજના આગેવાનોએ વાત કરી છે તે પણ બિરદાવવા લાયક છે હાલમાં કોરોના મહામારી ના સમયમાં સમાજ દ્વારા સન્માન બુકે અને સાદો ઓઢાડીને સન્માન કરવાનું જ હતું તે મે ના પાડી છે તેથી સુન્ની મુસ્લિમ સમાજના આગેવાનોની ક્ષમા માંગી હતી સાથે સાથે જણાવેલ કે ગુજરાત સરકારે પણ ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા ની સુવિધાઓ દરેક તાલુકા કક્ષાએ આપી છે સાથે સાથે પશુઓની પણ ચિંતા કરી છે અને પશુ એમ્બુલન્સ માટે રાજય સરકારે ૪૬૦ જેટલી એમ્બ્યુલન્સ દરેક તાલુકા કક્ષાએ આપવાનો નિર્ધાર કર્યો છે ત્યારે અત્યાર સુધીમાં ૨૪૦ પશુ એમ્બુલન્સ અપાઈ ગઈ છે અને જે તાલુકા બાકી છે તેઓને પણ સરકાર શ્રી દ્વારા વિતરણ કરવામાં આવશે
ધોરાજીમાં કવીતા સેન્ટર કયારે શરૂ થશે જે બાબતે રાજયના મંત્રી કુંવરજી બાવળીયાએ જણાવેલ કે ધોરાજી સરકારી હોસ્પિટલમાં બે દિવસમાં એટલે કે સોમવારે શરૂ થઈ જશે જે અંગે તડામાર કામગીરી ચાલુ છે
સમારોહમાં સમસ્ત સુન્ની મુસ્લિમ સમાજના પ્રમુખ યાસીનભાઈ નાલબંધ, ગરાણા જમાતના પ્રમુખ મકબુલભાઈ ગરાણાં, ઓલ ઇન્ડિયા મેમણ જમાતના પ્રમુખ હાજી અફરોઝભાઈ લક્કડકુટા, સરકારી વકીલ કાર્તિકભાઈ પારેખ હમીદભાઈ ગોડીલ બિલ્ડર મનોજભાઈ રાઠોડ તેમજ ડેપ્યુટી કલેકટર ગૌતમ મિયાણી મામલતદાર કિશોર જોલાપરા પોલીસ ઇન્સ્પેકટર હૂકુમતસિંહ જાડેજા પીએસઆઇ નયનાબેન કદાવલા ધોરાજી વેપાર-ઉદ્યોગ મહામંડળના પ્રમુખ લલીતભાઇ વોરા ભાજપના અગ્રણી વી ડી પટેલ બાળ રોગ નિષ્ણાંત ડો ચામડીયા અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ વિનુભાઈ માથુકિયા હસુભાઈ ટોપિયા ભરતભાઈ બગડા નયનભાઈ કુહાડીયા જયસુખભાઇ ઠેસીયા વિજય ભાઈ બાબરીયા મનીષભાઈ કંડોલીયા સલીમભાઈ શેખ સલીમભાઈ પાનવાલા મુસ્લિમ સમાજની ચોવીસ જમાતના આગેવાનો અને અધિકારીઓ ની ઉપસ્થિતિમાં ગરીબ દર્દીઓ માટે એમ્બ્યુલન્સ સેવા શરૂ કરાઇ જે એમ્બ્યુલન્સ નું લોકાર્પણ કરાયું હતું.
સમારોહમાં યાસીનભાઈ નાલબંધ ( સમસ્ત સુન્ની મુસ્લિમ સમાજના પ્રમુખ) તેમજ નગરપાલિકાના પૂર્વ ઉપાધ્યક્ષ મકબુલભાઈ ગરાણા એ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું અને તમામ મહેમાનોનું પુષ્પગુચ્છ દ્વારા સન્માન કર્યું હતું
આ સમયે મુસ્લિમ સમાજની ૨૪ જમાતો માંથી યાસીનભાઈ નાલબંધ બશીરમિયા સૈયદ હાજી અફરોજ લકકડકુટ્ટા બોદુભાઈ ચૌહાણ સલીમભાઈ શેઠ મુસીરભાઈ કાસમભાઈ માજોઠી અબદુલભાઇ નાલ બંધ હાજી રજાક દ્યોડી બાસીતભાઈ પાનવાલા મજીદમીયા સૈયદ ઈમરાનભાઈ સમા ઈમરાનભાઈ ગરાના બસીર બાપુ સૈયદ લતીફ ભાઈ મુલલા મતીનબાપુ સૈયદ વિગેરે ૨૪ જમાતો ના પ્રમુખો તેમજ સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.