-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
News of Monday, 21st September 2020
કચ્છના ભચાઉ નેશનલ હાઇવે ઉપર સોયાબીન તેલ ભરેલા ટેન્કરમાં આગ લાગતાં વાહનચાલકોમાં ભય :
ડ્રાઈવર અને ક્લિનર ગભરાઇને બહાર કુદીને માંડ માંડ પોતાનો જીવ બચાવ્યો

(ભુજ) ભચાઉ સામખીયાળી વચ્ચે નેશનલ હાઇવે ઉપર બર્નિંગ ટેન્કરે વાહનચાલકોને ભયભીત કરી મુક્યા હતા. ગઈકાલે સાંજે સોયાબિન તેલ ભરેલા ટેન્કરમાં એકાએક લાગેલી આગને પગલે ટેન્કરના ડ્રાઈવર અને ક્લિનર ગભરાઇને બહાર કુદીને માંડ માંડ પોતાનો જીવ બચાવ્યો હતો.
જોકે, બાજુમાં જ આવેલ પેટ્રોલપંપમાં હાજર ચીરઈ ગામના ઉપસરપંચ ચંદનસિંહ જાડેજા અને અન્ય લોકોએ પેટ્રોલપંપમાં રહેલા ફાયરસેફટીના સાધનોનો ઉપયોગ કરી ટેન્કરની આગ બુઝાવી હતી. નેશનલ હાઇવે ઉપર જ ટેન્કરમા લાગેલી આગને પગલે અન્ય વાહનચાલકોમાં ભય ફેલાયો હતો. સદભાગ્યે મોટી દુર્ઘટના અને જાનહાનિ ટળી હતી.
(9:28 am IST)