-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
મોડીરાતે રાજકોટ સહીત સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ : રાજકોટમાં વાદળોની પ્રચંડ ગડગડાટી સાથે વાતાવરણમાં પલટો : માણાવદરમાં બે કલાકમાં ત્રણ ઇંચ : ભાવનગર, હળવદ અને મોરબી પંથકમાં વિજળીના કડાકા અને જોરદાર પવન સાથે વરસાદ

રાજકોટ : મોડીરાતે રાજકોટ સહીત સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામ્યો છે રાજકોટમાં રાત્રે 11 વાગ્યાથી જોરદાર વરસાદ વરસી રહયો છે વીજળીયાના કડાકા ભડાકા સાથે ગાજવીજ વરસાદથી રસ્તાઓમાં [પાણી ફરી વળ્યાં છે
ભાવનગર શહેરમાં આજે રાત્રે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડયો હતો.
ભાવનગરમાં આજે રાત્રે આઠ વાગ્યે વીજળીના કડાકા અને ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડયો હતો. વીજળીના ભયંકર અવાજ થી લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.
શહેરમાં અડધા ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે અને હજુ વરસાદ શરૂ છે.
શહેર ઉપરાંત ભાવનગર જિલ્લાના ઉમરાળા પંથકમાં પણ અડધો ઇંચ જેટલો વરસાદ નોંધાયો હોવાનું જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા જાણવા મળેલ છે
આ ઉપરાંત ,હળવદ અને મોરબી પંથકમાં વિજળીના કડાકા અને જોરદાર પવન સાથે વરસાદ વરસી રહ્યો છે આ ઉપરાંત ગોંડલમાં પણ સાંજે વરસાદ તૂટી પડ્યો હતો
વરસાદ પેહલા વીજળીના ચમકારા સાથે જોરદાર પવન ફૂંકાયો..હતો વરસાદ અને ભારે પવનથી અમુક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો.છે રે વરસાદના પગલે ઠંડો પવન ફૂંકાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ..