Gujarati News

Gujarati News

News of Monday, 16th March 2020

'કાકા તમે જે કર્યુ છે તે યોગ્ય નથી, અબડાસાની પ્રજા સાથે દ્રોહ કર્યો છે': પ્રદ્યુમનસિંહ જાડેજા પાસે બંગડીઓ મુકીને ૩ મહિલાઓ જતી રહી

કચ્છના અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા રાજ્યસભાની ચૂંટણી દરમિયાન ભારે ચર્ચામાં રહ્યા છે ત્યારે આજે બપોરે તેમની પત્રકાર પરિષદમાં ૩ મહિલાઓ આવી પહોંચી હતી અને ભાજપનો સાથ લેનાર પ્રદ્યુમનસિંહ જાડેજાના ટેબલ પર ત્રણેય મહિલાઓએ બંગડીઓ મુકીને કહ્યુ હતુ કે કાકા તમે જે કર્યુ છે તે યોગ્ય નથી કર્યુ અબડાસાની રજા સાથે દ્રોહ કર્યો છે. તેમ કહીને આ મહિલાઓ નિકળતી હતી ત્યારે પ્રદ્યુમનસિંહ જાડેજાએ તેમને કહ્યુ હતુ કે છતા પણ મારા જેવુ કાંઈ કામકાજ હોય તો કહેજો. બંગડી મુકતી મહિલાઓનો વિડીયો સોશ્યલ મીડીયામાં વાયરલ થયો છે.

(3:39 pm IST)