Gujarati News

Gujarati News

News of Monday, 16th March 2020

વિરમગામના જખવાડામાં પ્રેમસંબંધમાં આડખીલી બનતી પત્નિની હત્યા

પતિએ હત્યા કરીને લાશ કેનાલ ઉપર ફેંકી દીધી

(ફઝલ ચૌહાણ દ્વારા)વઢવાણ,તા.૧૬: વિરમગામ તાલુકાનાં જખવાડા ગામમાં પ્રેમસંબંધમાં આડખીલી બનતી મહિલાની તેના પતિ પ્રવિણ દશરથભાઇ ગોહિલે હત્યા કરીને મૃતદેહને કેનાલ ઉપર ફેંકી દેતા સનસનાટી મચી ગઇ છે.

વિરમગામ તાલુકાના હાંસલપુર સીમમાં સોકલી-થોરી કેનાલ પાસે કાલે મૃત હાલતમાં મહિલાનો મૃતદેહ મળતા વીરમગામ રુરલ પોલીસ દ્વારા સ્થળ પર જઇ તપાસ કરતા જખવાડા ગામ ની જયોત્સનાબેન પ્રવીણભાઈ ગોહિલનો હોવાનો જાણવા મળેલ જેથી મૃતક મહિલાની લાશને વિરમગામ ગાંધી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવેલ

 વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશન ખાતે મહિલાના પિયર પક્ષના સગા લાભુભાઈ ઇશ્વરભાઇ જાદવ મૂળ રહે. રેથલ તા.સાણંદ હાલ રહે. સત્યમ સોસાયટી, સાણંદ દ્વારા આપવામાં આવેલી ફરિયાદ અનુસાર મરણ જનાર મહિલાના શકમંદ આરોપી પતિ પ્રવીણભાઈ દશરથભાઈ ગોહિલ રહે.જખવાડાને ડિમ્પલ નામની મહિલા સાથે આડા સંબંધ હોય પત્ની નડતરરૂપ લાગતા ૧૪ માર્ચ થી ૧૫ માર્ચ દરમિયાન કોઈપણ સમયે જયોત્સનાબેનનું ગળે ટુપો દઇ હત્યા કરી લાશ કેનાલ પાસે ફેંકી દેવામાં આવેલ અને શકદાર આરોપી તરીકે મરણ જનાર જયોત્સનાબેનના પતિને ડીમ્પલ સાથે પ્રેમસંબંધ હોય જેના કારણે પુર્વયોજીત કાવતરૂ રચી પોતાની પત્ની મરણજનાર જયોત્સનાબેન ઉં,વ. ૨૭ નાને ગળે ટુપો આપી મરણજનારની લાશને હાસલપુર ગામની સીમમાં આવેલ સોકલીથી થોરી જતી નર્મદા મેઇન કેનાલના અંદરના ઢાળ ઉપર ફેકી દઇ ખુન કરી ગુનો કર્યા આ બાબતને ફરિયાદના આધારે ગુનો દાખલ કરી વધુ તપાસ વિરમગામ રૂરલ પી.એસ.આઇ એમ.એચ.ઝાલા ચલાવી રહેલ છે.

(3:38 pm IST)