Gujarati News

Gujarati News

News of Monday, 16th March 2020

જામનગરઃ ચેક રિટર્ન કેસમાં સજા પામેલ આરોપીનો અપીલ કેસમાં નિર્દોષ-છૂટકારો

જામનગર તા. ૧૬: ફરીયાદી ચેકનો ધારણકર્તા નથી તેવી રજુઆત ધ્યાને લઇને અત્રેની અપીલ કોર્ટે આરોપીને થયેલ સજા રદ કરીને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો હતો.

સેસન્સ કોર્ટ સદરહું કેસની વિગત એવી હતી કે, જામનગરના આસામી જાડેજા જગદીશસિંહ ગંભીરસિંહ આશાપુરા ડેરીના પ્રોપરાઇટર હતા અને તેઓએ જયદેવભાઇ સી. ભટ્ટ ને ધંધાર્થે હાથ ઉછીના રૂ. ૧,રપ,૦૦૦/- રોકડા આપેલા હતા. જેના બદલામાં જયદેવભાઇ સી. ભટ્ટે સદરહું રકમની ચુવણી અંગેનો ચેક આપેલો હતો તે ચેક આશાપુરા ડેરીના પ્રોપરાઇટરશ્રીએ ખાતામાં ભરતા સદરહું ચેક ઇનસફીસીયન્ટ ફંડ ને કારણે પરત આવેલ હતો. તેથી ફરીયાદીએ આરોપીને નોટીસ આપેલ અને નોટીસનો જવાબ આરોપીએ આપેલો નહીં કે રોકડ રકમ ચુકવેલ નહીં, વાસ્તે ફરીયાદીએ જામનગરના એડી. ચીફ જયુડી. મેજી. કોર્ટમાં કેસ દાખલ કરેલ જેમાં ફરીયાદી તરફે આરોપીની બેંક તપાસે તેમજ ડોકયુમેન્ટ્રી એવીડન્સો રજુ કરેલા.

એડીશનલ મેજી.એ આરોપીની દલીલો અમાન્ય કરી અને આરોપીને ર વર્ષની સજા તેમજ ચેકની ડબલ રકમની દંડનો હુકમ ફરમાવેલ, જેનાથી નારાજ થઇને આરોપીએ સેસન્સ અદાલતમાં ક્રિમીનલ અપીલ નોંધાવેલ અપીલ ચાલી જતા જામનગરના મહેરબાન એડીશનલ સેસન્સ જજ શ્રી રાવલે પોતાની સમક્ષના ટ્રાયલ કોર્ટના રેકર્ડને ધ્યાને લઇ અવલોન કરી પોતાના ચુકાદામાં જણાવેલ કે, ફરીયાદી ચેકનો ધારણકર્તા નથી તેમજ ફરીયાદી અને આરોપી વચ્ચેનો વ્યવહાર વ્યકિતગત છે.

દલીલના આધારમાંં એપેલન્ટ તરફે હાઇકોર્ટ સુપ્રિમ કોર્ટના જજમેન્ટો રજુ થયેલા તે મજ અગાઉ પણ રજુ થયેલા જજમેન્ટો અદાલતે ધ્યાને લીધેલા તેમજ આરોપીએ પ્રીપોન્ડ્રન્સ ઓફ પ્રોબેબીલીટીસ નેવો.ઇન્સ્ટુ.એકટ ૧૧૮ તેમજ ૧૩૯ ને સ્વિકારેલ અને આરોપીને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કરેલ અને આરોપીએ જે કાંઇ રકમો જમા કરાવેલી હોય તે અપીલ પીરીયડ પુરો થયેલ ફરીયાદીને પરત આપવા હુકમ ફરમાવેલ. સદરહું કેસમાં આરોપી તરફે જામનગરના એડવોકેટ ભરત એસ.ઠાકર તથા આર.એમ.નકુમ રોકાયેલા હતા.

(12:30 pm IST)