Gujarati News

Gujarati News

News of Monday, 16th March 2020

ભાવનગરમાં વેપારી અનિલભાઇ સંધીની હત્યા

અજાણ્યા શખ્સે તિક્ષણ હથિયારોના ઘા ઝીંકીને નાશી છૂટયા

ભાવનગર તા. ૧૬ : ભાવનગર શહેરમાં સીંધી વેપારીની સરાજાહેર કરપીણ હત્યા થતા ચકચાર સાથે સનસનાટી મચી જવા પામી છે.

ખુનના બનાવની મળતી વિગતો મુજબ શહેરના રૂપાણી સર્કલ નજીક દિવડી પાસે રહેતા અને પાન-સોપારીનો વેપાર કરતા સિંધી અનિલભાઇ ખેમચંદ ઉ.૪૩ શહેરના કાળાનાળા ઉપરકોટ જીગર હોસ્પીટલ નજીકથી પસાર થતા હતા ત્યારે કોઇ શખ્સો એ તેના ઉપર તિક્ષણ હથિયારો વડે હુમલો કરી સરાજાહેર ઘાતકી હત્યા કરી નાસી છુટયા હત.

હત્યાના આ બનાવથી આજુબાજુના વિસ્તારોમાં દેકારો મચી ગયો હતો બનાવની જાણ થતા જ પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.

(2:09 pm IST)