Gujarati News

Gujarati News

News of Monday, 16th March 2020

ગાંધીધામઃ લુડોની રમતમાં પાંચ મિત્રોએ યુવાનને તીક્ષ્ણ હથિયારો વડે રહેંસી નાખ્યો

ભુજ,તા.૧૬: લુડોની રમત રમવા દરમ્યાન થયેલ ડખ્ખામાં ૧૯ વર્ષના યુવાને પોતાનો જીવ ગુમાવ્યો હતો. ગાંધીધામના ભારતનગરમાં બનેલા આ બનાવ માંઙ્ગ વિકાસ ભંવરલાલ આહીરને તેના પાંચ મિત્રો ભરત સંઘાર, પ્રિન્સ ગોસ્વામી, રાહુલ ચૌહાણ અને અન્ય બે સગીરવયના કિશોરોએ તીક્ષ્ણ હથિયારોના દ્યા ઝીંકી તેને રહેંસી નાખ્યો હતો. ઘાયલ વિકાસે પોતાના અન્ય મિત્રોને જાણ કરતાં તેમણે રામબાગ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. પણ, તેનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું. પોલીસે સોનલનગર ઝૂંપડપટ્ટીમાં રહેતા મૃતકના પિતા ભંવરલાલની ફરિયાદને આધારે પાંચ સામે હત્યાનો ગુનો નોંધ્યા બાદ ગણતરીના કલાકોમાં ત્રણ આરોપીઓને ઝડપી લીધા હતા.

(12:27 pm IST)