Gujarati News

Gujarati News

News of Monday, 16th March 2020

માળીયામિંયાણાના ખાખરેચી ગામે વાડીમાં જુગારના હાટડા પર પોલીસ ત્રાટકી : ૮ પકડાયા

દિનેશ પારજીયા જુગાર રમાડતો'તોઃ ૧.૯૩ લાખની રોકડ સહિત ર.પ૮ લાખનો મુદ્દામાલ કબ્જે

તસ્વીરમાં જુગાર રમતા પકડાયેલ શખ્સો નજરે પડે છે. (તસ્વીર : રજાક બુખારી, માળીયામિંયાણા)

માળીયામિંયાણા, તા.૧૬  : માળીયામિંયાણાના ખાખરેચી ગામના દિનેશ શંકરભાઈ પારજીયાની વાડીની ઓરડીમાં ધમધમતા જુગારધામ ઉપર માળીયા પોલીસ ત્રાટકી આઠ બાજીગરોની જામેલી બાજી બગાડી ૨.૫૮ લાખના મુદામાલ કબ્જે કર્યો હતો.

પ્રાપ્ત વિગત અનુસાર ખાખરેચી ગામના દિનેશ શંકરભાઈ પારજીયાની ભટેરીના માર્ગે આવેલ વાડીમાં ઓરડીની આડમાં જુગાર રમાતો હોવાની ચોક્કસ બાતમી માળીયા પોલીસના તેજપાલસિંહ ઝાલા અને રાજેન્દ્રસિંહ સોલંકીને મળી હતી જેથી બાતમીના આધારે માળીયા પોલીસ મથકના ઈન્ચાર્જ પીએસઆઈ આર.ટી.વ્યાસે સુચના આપતા માળીયા પોલીસ સ્ટાફની ટીમ ભટેરી વાડી વિસ્તારમાં ત્રાટકી હતી અને ઓરડીની આડમાં ધમધમતા મસમોટા જુગારધામ પર દરોડો પાડી પત્ત્।ા ટીચતા આઠ પત્ત્।ાપ્રેમીઓને રંગેહાથ ઝડપી લીધા હતા જેમા દિનેશભાઈ શંકરભાઈ પારેજીયા કાંતિલાલ નાગજીભાઈ દેત્રોજા હરેશભાઈ પ્રભુભાઈ પટેલ પ્રતાપભાઈ ભાનુભાઈ પઢીયાર રમેશ ચુનીલાલ ઠક્કર દિનેશભાઈ બાબુભાઈ લોલાડીયા હિતેષભાઈ કાંતિલાલ પારજીયા અને યોગેશભાઈ વાલજીભાઈ સોનગ્રા સહીતના આઠ પત્ત્।ાપ્રેમીઓને રૂ.૧,૯૩,૦૦૦ લાખની રોકડરકમ ૮ મોબાઇલ ફોન અને ત્રણ બાઈક મળીને કુલ રૂ.૨,૫૮,૦૨૦ લાખનો મુદામાલ જપ્ત કરી તમામ આઠ બાજીગરો સામે જુગારધારા એકટનો ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

(12:22 pm IST)