Gujarati News

Gujarati News

News of Monday, 16th March 2020

ધોરાજી જનતા બાગમાં મંજૂરી વિના વૃક્ષો કપાયા

ધોરાજી, તા. ૧૬ : જનતાબાગ માં સૌથી જુના અને ઘેઘુર વૃક્ષોનું પાલિકા દ્વારા ગેરકાયદે છેદન કરાયું હોવાની લેખિત રજુઆત માજી સેનીક ગંભીરસિંહ વાળાએ મામલતદાર સમક્ષ કરી હતી.

રજુઆતમાં જણાવ્યું હતું કે ધોરાજી ના રાજાશાહી સમયના બગીચામાં  ૪૦ થી ૫૦ જેટલા જુના ઝાડ રહેલા હતા. જે નગરપાલિકા એ કોઈપણ જાતની મંજૂરી વિના પાડી નાખ્યા છે. તેવું અમારી જાણમાં આવેલ છે. બગીચામાં જુના અને દ્યેદ્યુર વૃક્ષો પાડી નાખવાથી જનતાબાગ વેરાન અને ઉજ્જડ લાગી રહ્યો છે. પહેલા થોડા દ્યણા લોકો બગીચામાં ઝાડના છાયામાં બેસી શકતા અને આરામ કરી શકતા હતા. જયારે આજે વૃક્ષો કાપી નાખવાથી લોકો ઉભા ન રહી શકે તેવી સ્થિતિ નિર્માણ પામી છે. સરકાર દ્વારા પર્યાવરણ જાગૃતિ અને વધુ માં વધુ વૃક્ષો વાવવામાં આવે તે માટે સરકાર ખૂબ પ્રયત્નો કરે છે. ત્યારે ધોરાજી બગીચામાં વધુ વૃક્ષો વાવવા ને બદલે દ્યટાદાર વૃક્ષોનું ગેરકાયદે છેદન કરાયું હોય તો આ મામલે ત્વરિત દ્યટતું કરવા રજુઆત કરાઈ હતી.

જોકે બીજી તરફ તાજેતરમાં નગરપાલિકા દ્વારા બગીચાની કમ્પાઉન્ડ વોલ અને સફાઈની કામગીરી ચાલતી હોવાનું જાણવા મળ્યું હતું.

(12:22 pm IST)