Gujarati News

Gujarati News

News of Monday, 16th March 2020

ભાણવડમાં દાંતનું દવાખાનુંચલાવતો કમ્પાઉન્ડર ઝડપાયો

ખંભાળીયા તા. ૧૬: ભાણવડ વેરાડ ગેઇટની અંદર આવેલા ડો. નૈના ના દવાખાનામાં કોઇપણ મેડીકલ ડિગ્રી વગર દર્દીઓની સારવાર કરતા કમ્પાઉન્ડર કમ તબિબને ઝડપી લઇ પોલીસે કાર્યવાહી કરી છે.

મળતી માહિતી મુજબ ભાણવડના વેરાડ ગેઇટ અંદર આવેલા ડો. નેનાના દાંતના દવાખાનામાં કોઇપણ મેડીકલ માન્ય ડિગ્રી વગર દર્દીઓના દાંતની સારવાર કરવામાં આવી રહી હોવાની બાતમીના આધારે ભાણવડ પોલીસ મથકના પો. હેડ કોન્સ. હેમત નંદાણીયા, રામશીભાઇ ચાવડા, પરેશ સાંજવા તથા પો. કોન્સ. કિશોરસિંહ જાડેજા તેમજ આરોગ્ય વિભાગના તાલુકા હેલ્થ ઓફીસર ડો. એસ. આર. રાઠોડને સાથે રાખી ઉપરોકત દવાખાનાનાં તપાસ કરતાં ડો. નૈનાની ગેરહાજરીમાં રહેમતુલા અબ્બાસભાઇ હિંગોરા રહે. રામેશ્વર પ્લોટ વાળો ત્યાં હાજર બે દર્દીઓની સારવાર કરતાં રંગેહાથે ઝડપી લઇ મેડીકલ ડિગ્રી અંગેના માન્ય સર્ટીફિકેટ અંગે પુછપરછ કરતાં તેમની પાસે કોઇ માન્ય ડિગ્રીનું પ્રમાણપત્ર ન હોવાનું જણાવતાં પોલીસે મેડીકલ એકટની કલમ હેઠળ ગુનો નોંધી અટકાયત કરી છે. આ અંગેની આગળની તપાસ હેડ કોન્સ. રામશીભાઇ ચાવડા ચલાવી રહ્યાં છે.

(12:10 pm IST)