Gujarati News

Gujarati News

News of Monday, 16th March 2020

ભાવનગર જીલ્લાના એક માત્ર કોંગ્રેસનાં તળાજાના ધારાસભ્ય કનુભાઇ બારૈયાને જયપુર લઇ જવાયા

વિદ્યાર્થી કાળથી જ કોંગ્રેસમાં જ છું અને રહીશ : ભાજપ ખેંચી ન જાય તે માટે પગલુ

 ભાવનગર,તા.૧૬ : ભાવનગર જિલ્લા ની તળાજા વિધાનસભાના એકમાત્ર કોંગ્રેસના ધારાસભ્ય કનુભાઈ બારૈયા ને લઈ હવા વહેતી થઈ હતીકે તેઓ ભાજપ ના ખેમામાં ભળી જશે. આ હવાના પગલે કનુભાઈ બારૈયા ને રાજસ્થાન ના જયપુર રિસોર્ટ માં પ્લેન દ્વારા લઈ.જવામાં આવ્યાછે.કહી શકાય કે કોંગ્રેસ દ્વારા નઝરકેદ કરવામાં આવ્યા છે.ફ્લાઇટ મોડી હોવાના કારણે તેઓ રાત્રીના નવ વાગ્યા બાદ રિસોર્ટ માં પહોંચવા હોવાનું સૂત્રો એ જણાવ્યું હતું.

રાજયસભાની ચૂંટણીને લઈ રાજયના રાજકારણ માં ગરમાવો આવ્યો છે.એ ગરમાવો ભાવનગર અને તળાજા સુધી પહોંચ્યો છે.કારણકે જિલ્લા માં કોંગ્રેસના એકમાત્ર તળાજા ના ધારાસભ્ય કનુભાઈ બારૈયા છે. કનુભાઈ ગઈકાલે તળાજા ના સરતાનપર અને દેવળીયા ગામે ભાજપ સરકાર દ્વારા આયોજિત કાર્યક્રમ હાજર રહ્યા હતા.તેઓ રાજયના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા અને જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ ના ચેરમેન ગૌતમભાઈ ચૌહાણ સાથે એકજ સોફા પર બેસેલ જોવા મળ્યા હતા.જાહેર કાર્યક્રમમાં ગૌતમ ચૌહાણ કેબિનેટ મંત્રી ની કાર માં પણ જોવા મળ્યા હતા.

(12:09 pm IST)