Gujarati News

Gujarati News

News of Monday, 16th March 2020

મંગળવારે માળીયા હાટીના ખાતે યોજાશે વિનામૂલ્યે આયુર્વેદિક દંત ચિકિત્સા કેમ્પ

શ્રી જલારામ મંદિર યુ.કે. ગ્રીનફર્ડ દ્વારા : જાલંધર બંધ યોગથી દવા-ઇન્જેકશન વિના દાંત કાઢી અપાશે

રાજકોટઃ શ્રી જલારામ મંદિર ગ્રીનફર્ડ યુ.કે. અને ડીવાઇન ચેરીટેબલ ટ્રસ્ટ ફોર હેલ્થ એન્ડ એજયુકેશન, રાજકોટનાં ઉપક્રમે વિનામૂલ્યે દંત ચિકિત્સા કેમ્પનું આયોજન વણિક મહાજન વંડી, માળીયા હાટીના, ૪ (ગીર સોમનાથ) ખાતે તા.૧૭ ને મંગળવારે સવારે ૯ થી ૧ર-૩૦ દરમિયાન કરેલ છે. આ કેમ્પ માટે લંડન નિવાસી મીતુલભાઇ શાહ અને પરિવાર તરફથી અનુદાન મળેલ છે.

કેમ્પમાં રાજકોટથી ડો. જયસુખ મકવાણા, ડો. સંજય અગ્રાવત, મોનિકા ભટ્ટ અને જાગૃતિ ચૌહાણ સેવા આપશે. દાંતનાં રોગો, સડેલ હલતા, બિન જરૂરી દાંત, આયુર્વેદના જાલંધર બંધ યોગની વિધિથી દવા કે ઇન્જેકશન વગર કાઢી આપવામાં આવશે. પાયોરિયા, દાંતમાંથી લોહી નીકળવું, મોં ના ખુલવું કે મોંની અન્ય તકલીફોની આયુર્વેદ સારવાર લખી આપવામાં આવશે. ઉપરાંત વૃદ્ધ વ્યકિત જેમને દાંતનાં ચોકા-બત્રીસીની જરૂર હશે તેમને ટોકન દરે કેમ્પનાં સ્થળે માપ લઇ બત્રીસી બનાવવાની વ્યવસ્થા પણ કરેલ છે.  કેમ્પનો લાભ લેવા મહેન્દ્રભાઇ ગાંધીએ અપીલ કર્યાનું એસ.બી.  અગ્રવતની યાદીમાં જણાવાયું છે.

(12:09 pm IST)