-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
રાવલમાં જુના મનદુઃખનો ખાર રાખી મહિલાને ઢીકાપાટુનો માર
ત્રણ મહિલા સહિત સાત સામે ફરીયાદ નોંધાવાતાઃ પોલીસ દ્વારા કાર્યવાહી
ખંભાળિયા તા. ૧૬: રાવલ ગામે મચ્છી માર્કેટમાં શાક બકાલુ લેવા જતાં મહિલા ઉપર ત્રણ મહિલા સહિત સાત શખ્સોએ ઢીકા-પાટુ લાકડી વડે મારમારતાં સારવારમાં ખસેડવામાં આવ્યાં હતાં. બનાવને પગલે મહિલાએ કલ્યાણપુર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતાં સાત સામે ગુનો નોંધાયો છે.
પ્રાપ્ત વિગત મુજબ રાવલના આદર્શ ગરબી ચોક પાસે રહેતાં મોતીબેન રામાભાઇ ચૌહાણ (ઉ.વ. ૪૦)ના કોળી મહિલાએ કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું છે કે, તા. ૧૧ના રોજ મચ્છીમાર્કેટમાં શાક-બકાલું લેવા માટે ગયા હતાં ત્યારે બાજુમાં રહેતાં રાણા નાથા ગામી, નાથા સદીભાઇ ગામી, રામા નાથા ગામી, અરભમ ભીખા, શિલ્પાબેન રાણા ગામી, હિરીબેન નાથા ગામી તથા ફોતરીબેન અરભમ ગામી રહે. બધા રાવલ વાળાઓ હાથમાં ધોકા લઇ ઉભા હતાં અને રાણાભાઇએ કહેલ કે હવે અહીં મારા ઘર પાસેી નિકળતાં નહીં, નહીંતર સારાવટ નહીં રહે. એમ કહી ગાળો કાઢવા લાગતાં ગાળો કાઢવાની ના પાડતાં બધા ઉશ્કેરાઇ જઇ ઢીકા-પાટુનો માર મારી હવે પછી અહીંથી નિકળી કે પોલીસમાં ફરીયાદ કરી તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી.
વધુમાં કહ્યું હતું કે, મારી દિકરી મંજુ સાથે અગાઉ રાણા નાથા ગામીને મનદુઃખ થતાં તેનો ખાર રાખી હુમલો કર્યો હતો. પોલીસે મહિલાની ફરીયાદના આધારે ત્રણેય મહિલા સહિત સાત શખ્સોફ સામે ગુનો નોંધી આગળની તપાસ પીએસઆઇ ઝેડ. એલ. ઓડેદરા ચલાવી રહ્યાં છે.