Gujarati News

Gujarati News

News of Monday, 16th March 2020

જમીન બાબતે જામજોધપુરના પરડવા ગામે બઘડાટી મારામારી કરી મકાન-ઓફીસમાં તોડફોડ : આગ લગાડી

જામનગર, તા.૧૬ : જામજોધપુર પોલીસ સ્ટેશનમાં જીવાભાઇ નાથાભાઇ ખુંટી એ ફરીયાદ નોંધાવી છે કે, પરડવા ગામે ધર્મેશભાઇની ખાણની ઓફીસની સામેના રસ્તે આરોપીઓ રાજુ ભીખાભાઇ, રામદે ભીખાભાઇ દેવાભાઇ, ભરત મેરૂભાઇ, લાલો ઉર્ફે અરજણભાઇ, હુશેન એ ફરીયાદી જીવાભાઇની સાથે જમીન બાબતે વિવાદ ચાલતો હોય જેના કારણે એક સંપ કરી ગેરકાયદેસર મંડળી રચી પોતાનો સમાન ઇરાદો પાર પાડવાના હેતુથી ભેગા થઇ ફરીયાદી જીવાભાઇ તથા સાહેદોને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ ફરીયાદી જીવાભાઇ તથા સાહેદને છુટી સોડા બોટલોના ઘા કરી હાથમાં ધારીયા તથા પાઇપ, હુહાડા, તલવાર જેવા હથીયારો ધારણ કરી જીવાભાઇની ઓફીસ તથા ઓરડીઓ પાડી નાખી તેમાંથી કોમ્પ્યુટર તથા પ્રિન્ટર અને લેપટોપ તથા સી.સી. ટીવી કેમેરા સેટ, ડીશ એટીના, ટીવી. સેટ, ત્રણ ખાટલા, પંખા નંગ-ર તેમજ લીને લગતા કાગળો તથા રોયલ્ટી પેઝ તથા ખાણના દરસ્તાવેજો અને ચેકબુક તેમજ એક મહેન્દ્રા કંપનીની બાઇક નં. જીજે-૧૦-બી.પી.પ૩૬૩ તેમજ ત્રણ ઇલેકટ્રીક મોટરો જેવી વસ્તુઓ બહાર ખાણમાં નાખી બાળી નાખી નુકશાન કરી ગુનો કરેલ છે.

(12:08 pm IST)