Gujarati News

Gujarati News

News of Monday, 16th March 2020

પોરબંદરની સીટી સર્વે કચેરીમાં પ્રોપર્ટીકાર્ડ સહિત કામ માટે અરજદારોને ધકકા

પોરબંદર તા.૧૬ : સીટી સર્વે કચેરીમાં અરજદારોને પ્રોપર્ટી કાર્ડ સહિત કામ સમયસર થતા ન હોય ધકકા થાય છે તે બાબતે આપટના કારાભાઇ ઓડેદરાએ કલેકટરને રજૂઆત કરી છે.

રજૂઆતમાં જણાવેલ છે કે, સીટી સર્વે કચેરી દ્વારા ગ્રાઉન્ડ ફલોરના ભાગેથી અરજદારને મિલકતના પ્રોપર્ટીકાર્ડ સહેલાઇથી મળી રહે તે માટે સરકાર દ્વારા બારી ખોલવામાં આવી હતી. આ બારી કોઇપણ જાતની જાણ કર્યા સિવાય બંધ કરી દેવાય છે. વૃધ્ધ લોકોને તથા આમ જનતાને ૩ - ૩ માળ ચડવા ઉતરવા પડે છે અને સીટી સર્વે કચેરીમાં ધકકા ખાવા પડે છે અને સમયસર પ્રોપર્ટીકાર્ડ મળતા નથી. આ બાબતે તાત્કાલીક ઘટતુ કરવા અને ગ્રાઉન્ડ ફલોરના ભાગેથી અરજદારને પ્રોપર્ટીકાર્ડ મળી રહે તે માટે તાત્કાલીક હુકમ કરવા માંગણી છે.

સીટી સર્વે કચેરી તરફથી વોર્ડનં.૧,૨,૩ તથા સીટી લીમીટમાં આવરી લેવામા આવેદ તમામ ગામોની લાંબા સમયથી તબદીલ ટ્રાન્સફર કરવા અંગેની લેન્ડ રેવન્યુ કોડ કલમ ૧૩૫-ડીની નોટીસો કાઢવામાં આવેલ નથી કે બજાવવામાં આવેલ નથી. સીટી સર્વે કચેરીમાં કોઇપણ અરજદાર તરફથી જે તે કામ બાબતે અરજીઓ આપવામાં આવે છે તેની પહોચ અપાતી નથી. જેના લીધે અરજદારોની અરજીઓ ગુમ થઇ જવાનો ભય રહે છે. તાત્કાલીક અરજદારો દ્વારા આપવામાં આવતી અરજીઓની પહોચ આપવામાં આવે તેવો હુકમ કરવા રજૂઆતમાં જણાવેલ છે.

(12:07 pm IST)