Gujarati News

Gujarati News

News of Monday, 16th March 2020

પોરબંદર આર્યસમાજના સ્થાપના દિને આધ્યાત્મિક ભજનો પ્રેરક પ્રવચનો તથા યજ્ઞ સહિત કાર્યક્રમો

પોરબંદર તા. ૧૬ : આર્ય સમાજના ૧૪૬માં સ્થાપના દિનની ર દિવસીય ઉજવણી તા.ર૪ અનેરપમીએ આર્યસમાજ ખાતે કરવામાં આવશે. આત્માત્મિક ભજનો પ્રેરક પ્રવચનો તથા યજ્ઞ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરેલ છે.

આર્યસમાજ ખાતે તા.ર૪-રપ માર્ચ ર૦ર૦ ના રોજ આર્યસમાજના ૧૪૬માં સ્થાપના દિન અંતર્ગત આધ્યાત્મિક ભજનો પ્રેરક ઉદ્દબોધનો અમાવસ યક્ષેસ્ટિયજ્ઞ સંવત્સ રેષ્ટિયજ્ઞ સહિતના અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે.

માનવમાત્રના સર્વાગી ઉત્થાનની પવિત્ર ભાવનાથી યુગ પ્રવર્તક મહર્ષિ સ્વામી દયાનંદ સરસ્તવીએ ઇ.સ.૭મી એપ્રિલ ૧૮૭પ માં મુંબઇમાં આર્યસમાજની સ્થાપના કરી ૧૪પ વર્ષમાં આર્યસમાજે સામાજિક, રાષ્ટ્રીય અને આધ્યાત્મિક ચેતના જગાવવાનું ભગીરથ કાર્ય કરેલ છે.

આર્ય સમાજના ૧૪૬માં સ્થાપના દિવસે યોજનારા સમારોહમાં મુખ્ય પ્રવકતા હોંશગાબાદ મધ્યપ્રદેશના આચાર્ય યોગેન્દ્ર યાજ્ઞિક તથા ચંઢીગઢ પંજાબના ભજનોપદેશક શ્રી જગત વર્ષા વિશેષ ઉપસ્થિત રહીને આર્યસમાજના સંસ્કરિતાથી સૌને ભીંજવશે.

સ્થાપનાદિન સમારોહના મુખ્ય મહેમાનપદે પોરબંદરના સાહિત્યકાર અને નરોતમ પલાણ અને પોરબંદર અરવિંદ સોસાયટીના ચેરમેન અને કટારલેખિકા ડો. સુશ્રી જયોતિબેન થાનકી, અતિથિ વિશેષ તરીકે સર્વશ્રી ઉદ્યોગપતિ પદુભાઇ રાયચુરા, કેળવણીકાર અને ડો.વી.આર. ગોઢાણીયા બી.એડ્.કોલેજના ડાયરેકટર ડો.એ.આર.બરડા, સીનીયર તબીબી ડો. સુરેશ ગાંધી, ઇન્ડીયન રેડક્રોસ સોસાયટીના ચેરમેન ડો. સી.જી.જોષી, જાણીતા તબીબી અને સાહિત્યકાર ડો. જયેન્દ્ર કારીયા, પોરબંદર, આર્યકન્યા ગુરૂકુળના આચાર્યા ડો. રંજનબહેન મજીઠીયા સહયોગ હોસ્પીટલના મહિલા તબીબી ડો. સુરેખા શાહ, આર્યક ન્યા ગુરૂકુળના પૂર્વ આચાર્ય પુષ્પાબેન જોષી અરવિંદ સોસાયટીના સેક્રેટરી જીજ્ઞેશભાઇ પ્રશ્નાણી, ઓમકાર આરોગ્યાલયના ડો. રવિભાઇ સુરાણી, પોરબંદરના આક્રિેટેક સિવિલ એન્જિનીયર હર્ષિતભાઇ રૂધાણી સહિત અન્ય મહાનુભાવો હાજરી આપશે.

આ કાર્યક્રમ આર્યસમાજ ખાતે તા.ર૪-રપ માર્ચ ર૦ર૦ સાંજે ૪-૩૦ યોજાનાર છે. જેમાં યજ્ઞોત્સવ ભજનોપદેશ તેમજ પ્રેરક ઉદ્દબોધનો રહેશે.

મંગળવારે તા.ર૪ મીએ સાંજે ૪-૩૦ કલાકે શ્રી બ્રહ્માનંદ આઝાદ, નિતિનકુમાર શાસ્ત્રી અને ધર્મવીર શાસ્ત્રી અમાવસ પક્ષેષ્ટિ યજ્ઞ અને સંવત્સેરેસ્ટિયજ્ઞ વેધેક મંત્રોચ્ચાર દ્વારા યજ્ઞોત્સવ કરાવશે સાંજે પ-૪પ કલાકે આર્ય સમાજના મંત્રી ધનજીભાઇ આર્ય દ્વારા સ્વાગત પ્રવચન  સાંજે પ-પપ કલાકે આર્યસમાજના ઉપપ્રમુખ સુરેશભાઇ જુંગી દ્વારા મહેમાનોનું સન્માનિત કરાશે સાંજે ૬-૩૦ કલાકે જગત વર્મા દ્વારા આધ્યાત્મિક ભજનોપદેશ તેમજ સાંજે ૭ કલાકે આર્યસમાજ ભૂતકાળ અને વર્તમાન તેમજ મહર્ષિ દયાનંદ સરસ્વતીની માનવ સમાજ તથા વિશ્વને દેન પર આચાર્ય યોગેન્દ્ર યાજ્ઞિક મુખ્ય પ્રવકતાનો ઉપદેશ તેમજ તા.ર૪/રપ મંગળ-બુધવારે રાત્રે ૮ કલાકે વૈદિક સોળ સંસ્કાર વિધિ અનુસાર આચરણ કરેલ સદ્દગૃહસ્થોનું આર્યસમાજ દ્વારા સન્માનિત કરાશે.

આર્ય સમાજના ૧૪૬માં સ્થાપના દિનની ભવ્ય ઉજવણીના અવસરે આર્યસમાજના મંત્રી ધનજીભાઇ આર્ય તથા ઉપપ્રમુખ સુરેશભાઇ જુંગી તેમજ સમસ્ત પદાધિકારી અને સદસ્યગણ દ્વારા નિમંત્રણ પત્રિકા, એક યાદીમાં પાઠવવામાં આવેલ છે.(

(12:07 pm IST)