Gujarati News

Gujarati News

News of Monday, 16th March 2020

દામનગરઃ ધ્રુફણીયા મહિલા સંત્સંગ મંડળ દ્વારા શ્રી રામદેવ સત્સંગ કથા યોજાઇ

દામનગર :શ્રી રામદેવ સત્સંગ કથામાં વિદ્ધાન વકતા બલદેવદાસ બાપુ રસપાન કરાવી રહ્યા છે. ધ્રુફણીયા મહિલા સત્સંગ મંડળ આયોજિત કથામાં પર્યાવરણ પ્રકૃતિ જીવદયા સંયુકત કુટુંબ ભાવના જળ વિવેક વ્યસન મુકિતનો સંદેશ આપતા વકતાની માર્મિક ટકોર ગ્રામજનો માં અનેરો ઉત્સાહ. દરેક ચરિત્રો ને વેશભૂષા સાથે ભવ્ય ઉત્સવોની રંગારંગ ઉજવણી સાથે ચાલતી રામદેવ સત્સંગ કથામાં ખૂબ મોટી સંખ્યા માં ભાવિકોની હાજરી જોવા મળી રહી છે. કથામાં પધારતા શ્રોતાજનોનું વિશિષ્ટ સન્માન, વ્યસન મુકિત, વૃક્ષારોપણનો સંદેશ અપાય રહ્યો છે.(વિમલ ઠાકર. દામનગર)

રાષ્ટ્રીય પોષણ અભિયાન

લાઠી આઈસીડીએસ અધિકારીના માર્ગદર્શન હેઠળઙ્ગ સુપરવાઇઝર ફાલ્ગુનીબેન છત્રાલની અધ્યક્ષતા માં શેખપીપરિયા ખાતે રાષ્ટ્રીય પોષણ અભિયાન અંતર્ગત પ્રતિજ્ઞા યોજાઇ અને ચાંવડ ખાતે પોષણ અભિયાન રેલી યોજાય હતી ભુરખિયા આંગણવાડી કેન્દ્ર ખાતે કિશોરીઓને શપથ અપાયા હતા અને સુપોષણ અંગે સમજ અપાઇ હતી.ઠેર ઠેર રાષ્ટ્રીય પોષણ અભિયાન પખવાડિયાની અનેકો રીતે ઉજવણી ઓ કરાય રહી છે.

દ્વારકાધીશના દર્શને જતી પદયાત્રાને વિદાયમાન ૧૫ દિવસે દ્વારકા પહોંચશે

દામનગરથી દ્વારકાધીશના દર્શને જતી પદયાત્રા સંઘોનું ભવ્ય પ્રસ્થાન પાલીતાણા તાલુકાના કુંભણ ખાખરીયાથી થયું હતું. પદયાત્રી સુપ્રસિદ્ઘ યાત્રાધામ ભુરખિયા હનુમાનજી મંદિરે પધાર્યા.પદયાત્રીઓ જેમ જેમ આગળ વધે તેમ ભાવિકો ની સંખ્યા વધતી રહે છે. ભીખાભાઈ પાલડીયાના નેતૃત્વમાં ખાખરીયાથી દ્વારકાધીશના દર્શન જતી પદયાત્રા દામનગર આવતા ગોવિદભાઈ નારોલા, ભીખાભાઈ નારોલાના નેતૃત્વમાં ૨૫૦ થી વધુ પદયાત્રી ઓ જોડાય દામનગર થી ભુરખિયા ફતેપુર ભોજાભગતની જગ્યા થઈ ગીર સોમનાથ થઈ દ્વારકાધીશના દર્શને પંદર દિવસે પહોંચી જાય છે.

(12:04 pm IST)