-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
નાગરિકો પણ જાહેર - સામુહિક - સામાજીક મેળાવડાથી દૂર રહે ! સોમનાથ કલે. અજય પ્રકાશ

પ્રભાસ પાટણઃ હાલમાં નોવેલ કોરોના વાયરસ કે જેને વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે. કોરોના વાયરસનો ફેલાવો શ્વાસોશ્વાસ દ્વારા સીધા સંપર્કથી થતો હોય છે. હાલમાં દેશમાં પ્રવર્તી રહેલી કોરોના વાયરસ ની પરિસ્થિતિ ધ્યાને લેતા રાજયમાં કોરોના વાયરસનો ફેલાવો ન થાય તે માટે ભારત સરકારશ્રી તરફથી સમયાંતરે મળેલ સૂચનાઓ ધ્યાને લઇ તકેદારીના ગીર સોમનાથ જિલ્લામાં કોઈ એક જગ્યા પર લાંબા સમય માટે વધુ માણસો ભેગા ન થાય તે હેતુસર તાત્કાલિક અસરથી ગીર-સોમનાથ જિલ્લાની તમામ સરકારી, અર્ધસરકારી, સંસ્થાઓ દ્વારા યોજાતા વર્કશોપ/ સેમિનાર/ કોન્ફરન્સ ૩૧ માર્ચ સુધી મોકુફ રાખવા અને કોરોના વાયરસ સામે સાવધાની રાખવા ગીર સોમનાથના જીલ્લા કલેકટર શ્રી અજય પ્રકાશે પત્રકારો સમક્ષ અપીલ કરી હતી. નાગરિકોએ પણ આ સમય દરમિયાન તકેદારીના ભાગરૂપે ઙ્ગસામૂહિક, સામાજિક મેળાવડા ઓના પ્રસંગો મોકુફ રાખવા જિલ્લા કલેકટર તંત્ર દ્વારા અપીલ કરવામાં આવેલ છે. ગીર ઙ્ગસોમનાથ જિલ્લામાં ઙ્ગફેસમાસ્ક અને એને હેન્ડ સેનેટાઈઝર હોલસેલર રિટેલર દ્વારા કોઈ ભાવ વધારો ના કરે અને સામાન્ય નાગરિકોને વ્યાજબી ભાવે મળી રહે તે માટે ચીફ ઓફિસર મામલતદારશ્રીઓને સુચના આપવામાં આવી છે.