Gujarati News

Gujarati News

News of Monday, 16th March 2020

પ્રભાસ પાટણના ખેડૂત કાળાભાઇની સુઝબુઝથી ખારા પાણીની જમીનમાં ઘઉંનો મબલખ પાક

 પ્રભાસ પાટણ તા.૧૬: કોળી સમાજનાં કાળાભાઇ પુંજાભાઇ ગઢીયા પ્રભાસ પાટણની સીમ વિસ્તારમાં ઘઉંનું વાવેતર કરેલ જે વિસ્તારમાં માત્ર તળમાં ખારા પાણી આવેલ છે. જયાં ઘઉં પકવવા મુશ્કેલ છે પરંતુ કાળાભાઇ ગઢીયાએ સુઝબુઝ અને માવજતથી સારી કવોલીટીના ઘઉં પકવેલ છે.  તેઓને વિઘાએ ર ખાંડી (૪૦ મણ) જેટલો ઉતરો આવશે.

તેઓએ આ ૬ વિઘાનાં ખેતરમાં ઘઉં વાવેલ છે અને સારી મહેનત, માવજત અને સાર-સંભાળને કારણે તેઓએ  મબલખ પાક પકવેલ છે. કાળાભાઇ પ્રભાસપાટણ ઘેડીયા કોળી સમાજનાં મેનેજીંગ ટ્રસ્ટી છે અને સમાજનાં આગેવાનની સાથે એક સારા ખેડુત છે. તેઓની મહેનતને કારણે સારી કવોલીટીના ઘઉં પકવેલ છે.

(12:01 pm IST)