Gujarati News

Gujarati News

News of Monday, 16th March 2020

''પાળ'' ગામે યોજાનાર શ્રી શિવપુરાણ કથા રસપાન અને ૫૧ દંપતિ સમુહ લગ્નોત્સવ મુલત્વી રાખેલ છે

કોરોનાની મહામારી અને સરકારના આદેશો મુજબ લેવાયેલ નિર્ણયઃ નવી તારીખો હવે પછી જાહેર થશેઃ આઇશ્રી ધુનાવાળી ખોડીયાર ચેરી.ટ્રસ્ટ

રાજકોટઃ તા.૧૬, જીલ્લાના લોધીકા તાલુકાના ''પાળ'' ગામે આઇશ્રી ધુનાવાળી ખોડીયાર ચેરીટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ તા.૨૨થી ૩૧ માર્ચ સુધી પાળધામ ખાતે શ્રી આઇશ્રી ધુનાવાળી (ખોડીયાર મંદિર અને શ્રી જખરાપીરદાદા) મંદિરે (ગામઃ પાળ, તા. લોધીકા, જી.રાજકોટ ૩૬૦૦૦૪) શ્રી શિવપુરાણ કથા અને ૫૧ નવદંપતિના સમુહલગ્નોત્સવનું ભવ્ય  આયોજન શરૂ થનાર હતુ. પરંતુ હાલની કોરોના વાયરસની મહામારી તથા ગુજરાત સરકારના આદેશ અનુસાર અને ઉપસ્થિત રહેનાર હજારો ભાવિક ભાઇ-બહેનો-ધર્મપ્રેમી જનતાની સુખાકારી-આરોગ્યને નજર સમક્ષ રાખી આ આયોજન (૨૨ માર્ચ રવિવારથી ૩૧ માર્ચ મંગળવાર સુધી) હાલ તુર્ત રદ કરેલ છે, મોકુફ રાખેલ છે.

કોરોના વાયરસની મહામારી કાબુમાં  આવતા અને સંજોગો સુધરતા આગામી સમયમાં સરકારશ્રીનો નવો આદેશ બહાર પડે તે અનુસાર શ્રી શિવપુરાણ કથા રસપાન અને ૫૧ નવદંપતિનો સમુહ લગ્નોત્સવ કાર્યક્રમ યથાવત યોજવામાં આવશે. જે માટે યોગ્ય સમયે નવી તારીખો અને સમય જાહેર કરવામાં આવશે તેમ આઇશ્રી ધુનાવાળી ખોડીયાર ચેરીટેબલ ટ્રસ્ટ (શ્રી જખરાપીર મંદિર, મુ. પાળ (લોધીકા) તેમજ આયોજક કમિટીએ નિર્ણય લીધો છે. આ ફેરફાર- નિર્ણયની સહુ ધર્મપ્રિય જનતાને ખાસ નોંધ લેવા અને લેવામાં આવેલ નિર્ણયને સહયોગ આપવા માટે આ જગ્યા, જગ્યાના ભકત સેવકો, આયોજક કમિટી, માંના બાળકોએ અપીલ કરી છે. (આઇશ્રી ધુનાવાળી ખોડીયાર ચેરીટેબલ ટ્રસ્ટ, શ્રી જખરાપીર મંદિર, ગામ ,પાળ, તા.લોધીકા, જી. રાજકોટ) ફોનં. નં.૦૨૮૧-૬૫૪૯૧૨૫, મો.૯૩૭૭૯ ૫૭૦૦૪ અને ૯૬૩૮૩ ૬૬૦૬૪.

(12:00 pm IST)