-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
જામનગરમાં આંગણવાડી ઓન વ્હીલ દ્વારા સીમવિસ્તારના ૧૭૬ બાળકો મેળવી રહ્યા છે શિક્ષણ
શિક્ષણ અને પોષક આહાર મેળવી ઉજ્જવળ ભવિષ્ય તરફ અગ્રેસર બનતા શ્રમયોગીઓના બાળકો

ભારતનું ભવિષ્ય ભારતના બાળકોના હાથમાં છે. આજના બાળકો આવતીકાલના યુવા છે અને ભારતનું યુવાધન તેના વિકાસ રથનું પૈડું છે. ત્યારે ભારતના છેવાડાના વિસ્તારનું બાળક પણ તેના ઉજ્જવળ ભવિષ્ય માટે શિક્ષણની સુવિધાઓ, આરોગ્યની સુવિધાઓ મેળવતું થાયઅને બાળકને સંપૂર્ણ સર્વાંગી વિકાસ માટે દરેક સવલતો મળી રહે તે માટે ગુજરાત સરકાર સતત નવા નિર્ણયો લઇ યોજના, નવા પ્રોજેકટદ્વારા સતતકાર્યરત રહી છે.
ગુજરાતના જામનગર જિલ્લામાં પણ જામનગર જિલ્લાના મોટી ખાવડી અને જોગવડ વિસ્તારમાં ગ્રામવિસ્તારથી દુર સતીવાડી અને રાજદૂતનગર જેવા સીમ વિસ્તારોમાં ખેત મજુરો, ખાવડીમાં રિલાયન્સ જેવા ઉદ્યોગોમાં કાર્યરત મજુરોના બાળકો પણ આ જ ભારતના ભવિષ્યનો ભાગ છે અને આ ભાગને મજબૂત કરવા માટે ગુજરાત સરકારના જામનગર ખાતેના પંચાયત વિભાગ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા સંયુકત રીતે બાળકોને શિક્ષણ પૂરુ પાડવા માટે ઙ્કઆંગણવાડી ઓન વ્હીલઙ્ખમોબાઈલ આંગણવાડીના પ્રોજેકટનો શુભારંભ જાન્યુઆરી માસથી કરવામાં આવ્યો હતો. જેમાં બે માસમાં જ બંને સ્થળો પરની આંગણવાડીમાં થઈ કુલ ૧૭૬ જેટલા બાળકો શિક્ષણ મેળવી રહ્યા છે.
આ બાળકોને બન્ને સ્થળ પરની સૂર્યઉર્જાથી ચાલતી આંગણવાડી બસોમાં વીજળી, પંખાની સુવિધાઓ સાથે અભ્યાસ કરાવવામાં આવે છે. મહત્ત્।મ વાલીઓએ બાળકોને ભણાવવામાં આવતુંગીત ઙ્કવ્હીલસઓન ધ બસ ગો રાઉન્ડએન્ડ રાઉન્ડઙ્ખ સાંભળ્યું જ હશે પરંતુ આ આંગણવાડીના બાળકોતો તે બસમાં જ ખૂબ જ ઉત્સાહથી અભ્યાસ કરે છે.
સતીવાડી અને રાજદૂતનગર વિસ્તારમાં આદિવાસી ખેતમજુરો તેમજ અન્ય રાજયમાંથી આવેલ મોટા ઉદ્યોગોમાં કામ કરતા મજૂરો વસે છે. આ વિસ્તારના બાળકો માતા-પિતાના મજુરીકામના કારણે શિક્ષણ મેળવવા દૂર આંગણવાડીમાં જઈ શકે તેવી સ્થિતિ ધરાવતા નહોતા, ત્યારે તંત્ર અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા બાળકોના શિક્ષણ અને સાથે જ સ્વાસ્થ્ય અંગે બાળકોની સ્થિતિ સુધારવા, તેમના ભવિષ્યને ઉત્કૃષ્ટ બનાવવા એસ.ટી. બસોને બાળકો અનુકૂળ બનાવી સંપૂર્ણ ચાઈલ્ડ ફ્રેન્ડલી મોડીફાય કરી તેમના દ્યર આસપાસ નજીક તેમને આંગણવાડી મળી રહે તેવી સુવિધાનું નિર્માણ કરવામાં આવ્યું.
આ આંગણવાડીઓમાં બાળકોને નવતર અભિગમ સાથે શિક્ષણ અને પૌષ્ટિક નાસ્તો ઉપલબ્ધ કરાવવામાં છે. જેમાં તંત્ર દ્વારા સુખડી, વદ્યારેલા ભાત વગેરે પોષક નાસ્તો અને રિલાયન્સ દ્વારા પણ સુકો નાસ્તો આપવામાં આવે છે. અહીં અભ્યાસ કરતા દરેક બાળકની શાળા આરોગ્ય ચકાસણી અભિયાન અંતર્ગત આરોગ્ય તપાસ પણ પૂર્ણ થયેલ છે. આંગણવાડીઓમાં કાર્યરત આંગણવાડી કાર્યકરો પ્રજ્ઞાબા જાડેજા અને મયુરીબેન વૈરાગી બાળકોના ભવિષ્યના નિર્માણમાં માતૃલાગણી સાથે જોડાઈ સતત સમર્પિત કાર્ય કરી રહ્યા છે. આંગણવાડીના બાળકોને પોતાના બાળક સમાન લાગણી આપી આજે દરેક બાળકને શિક્ષિત કરવાની પોતાની નેમજણાવતાં તેઓ કહે છે કે સતીવાડી અને રામદૂતનગરના બાળકો મજૂર પરિવારોમાંથી આવે છે. શરૂઆતમાં તેમને સ્વચ્છતા અને શિક્ષણ પ્રત્યે જાગૃત કરવા તે પડકાર હતો. પરંતુ આજે આ પરિવારો પોતાના બાળકોની સ્વચ્છતા બાબતે ખૂબ કાળજી લઇ રહ્યા છે. વળી, દ્યણા પરિવારોમાં મોટા ભાઈ બહેનો, નાના ભાઈ કે બહેનને સાચવવા દ્યરે રોકાતા જે કારણોસર તેઓ અભ્યાસ નહોતા કરી શકતા જેમાં પરિવર્તન આવ્યું છે. હવે તે બાળકો અહીં અભ્યાસ કરી શકે છે.
જ્ઞાન સાથે ગમ્મત અને બાળકોને ગુડ ટચ બેડ ટચ વિશેની સમજણ પણ પૂરી પાડતા આ બહેનોની નિષ્ઠાનો પ્રતિસાદ બાળકોના ઉત્સાહ દ્વારા અહીં જોવા મળે છે. અહીં બાળકોને શાળાએ આવવાની તાલાવેલી છે, નવું શીખવાની ધગશ છે અને તે નવું જાણી વિશ્વને જણાવી પોતાના પરિવર્તિત અસ્તિત્વને દર્શાવવાની ખુશી પણ છે. અહીં આંગણવાડીમાં અભ્યાસ કરતી બાળકીએ જણાવ્યું કે,ઙ્કમને અહીં આવવું બહુ ગમે છે, મારા ટીચર અહીંયા બોલાવે છે, લખાવે છે તે મને બહુ ગમે છે.ઙ્ખ બાળકીની કાલીદ્યેલી ભાષામાં બોલાયેલા શબ્દ ઙ્કબહુ ગમે છેઙ્ખ તે આ પ્રોજેકટની સફળતા છે.
સતીવાડી ખાતે આંગણવાડીમાં પૌત્રને ભણતો જોઈજમનાબેનએતો રાજી થઈ કહ્યું કે,ઙ્કઅમારા આદિવાસી બાળકોને ભણવા માટે સરકારે અને રિલાયન્સે આંગણવાડી અહીંયા મૂકી તેના માટે ખુબ આભાર માનું છું. તેમની ભાષામાં સાંભળીએતોઙ્ક અમ આદિવાસી છોકરાના નસીબમાં ભણવાનું હોય ન હોય ત્યારે સરકારે અને રિલાયન્સે અમ છોકરાને ભણાવા તેનો પાડ માનું તે ઓછો છે.
બાળકોના કલરવથી ગુંજતી આ આંગણવાડી બસોબાળકોના બીજા દ્યરથી ઓછી નથી અને આ માટે આ બાળકોના દરેક પરિવારજન સરકારશ્રીનો પાડ માનતા અને સંતોષ વ્યકત કરતા થાકતા નથી.
સંકલન
દિવ્યાબેન ત્રિવેદી,માહિતી મદદનીશ
તસ્વીર : ગજેન્દ્રસિંહ જાડેજા,માહિતીબ્યુરો, જામનગર