Gujarati News

Gujarati News

News of Monday, 16th March 2020

ઉના તાલુકામાં ૩ સ્થળેથી ૪ લાખ દારૂ સાથે પ ઝડપાયા

ઉના તા. ૧૬ :.. ઉના પોલીસ ત્થા નવા બંદર મરીન પોલીસ જુદી જુદી ૩ જગ્યાએ થી વિદેશી   દારૂની ૧૩રપ બોટલ કિ. ૪ લાખ એક મોટર કાર,  એક મોટર સાયકલ મળી કુલ ૪ લાખ ર૯,૧૦૦ ના મુદામાલ સાથે પ આરોપીને પકડી પાડયા હતાં.

ઉના તાલુકાની તડ અને એહમાપુર માંડવી ચોક પોસ્ટ બંધ થઇ ગયા પછી જાણે દારૂના બુટલેગરોને મોકળુ મેદાન થઇ ગયુ હોય તેમ મોટેપાયે વિદેશી દારૂ ઠલવાઇ રહ્યો છે. તેવી ફરીયાદો બાદ તેને રોકવા જીલ્લા પોલીસ વડા રાહુલભાઇ ત્રિપાઠીની સુચનાથી ઉનાનાં પોલીસ ઇન્સ્પેકટર વિજયસિંહ ચૌધરી, એચ. વી. ચુડાસમા તથા પીએસઆઇ મંધરા, પોલીસ પ્રવિણભાઇ બાલુભાઇ મોટી તથા  કે. જે. પીઠીયા, ભીખુશા બચુશા, ત્થા એલસીબી પોલીસ પ્રફુલભાઇ વાઢેર, રાજુભાઇ ગઢીયાએ જુદી જુદી ૩ જગ્યાએ દારૂનો જથ્થો પકડેલ હતો.

ઉના તાલુકાનાં માઢ ગામ પાસેથી મારૂતી સ્વીફટ મોટર કાર જીજે-૦૧ એચ. કર્યુ. પ૩૬૬ માં આરોપી રવિરાજ ઘનશ્યામસિંહ રાઠોડ, રે. સનખડ (ર) બાલો ઉર્ફે લાલો કરણાભાઇ રાઠોડ રે. સનખડા વાળાના કબજામાંથી જુદી જુદી બ્રાન્ડની ઇગ્લીશન દારૂની બોટલ નંગ ૪૬૬ રૂ. ૯૮૪૦૦ મોબાઇલ ફોન-ર મળી રૂ. ૩ લાખ ૩,૯૦૦ મુદામાલ પકડી પાડેલ બીજા બનાવમાં ઉનાનાં પંચવટી સોસાયટીમાં બાવળની કાંટામાં છૂપાવેલ આરોપી અનિલ નરેશભાઇ પેશવાણી, રે. ઉના વાળા પાસેથી બીયર ટીન, ઇંગ્લીશ દારૂની બોટલો નંગ ૮૩પ રૂ. ૭૬ હજાર સાથે પકડી પાડેલ છે.

ત્રીજા દરોડામાં તડ ત્રણ રસ્તા પાસે મોટર સાયકલ ઉપર આવતા પ્રફુલભાઇ રતીલાલ તન્ના, રાજેશભાઇ રામભાઇ ભરડા બન્ને. રહે. ભંડુરીવાળા પાસેથી ઇગ્લીશ દારૂની ર૪ બોટલ ત્થા મોટર સાયકલ અને ફોન મળી રૂ. ૪૯ર૦૦ મુદામાલ સાથે પકડી પાડી ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી.

(11:50 am IST)