Gujarati News

Gujarati News

News of Monday, 16th March 2020

ભાવનગરમાં ચાર વર્ષથી સગીરાના અપહરણના ગુન્હામાં વોન્ટેડ ઝડપાયો

 ભાવનગર : શિહોર પોલીસ મથકમાં નોંધાયેલ સગીરાના અપહરણના ગુન્હાના કામનો છેલ્લા ચાર વરસથી નાસતો ફરતો આરોપી પ્રવિણભાઇ ભાકાભાઇ મેર ઉ.વ.૨૭, ધંધો-પ્રા.નોકરી રહેવાસી- મુળ-શિહોર, રામનગર ગુંદાળા પાછળ જી હાલ-મેઘપર બોરીચી ગામ, તા.અંજાર જી.કચ્છ ને મેઘપર બોરીચી ગામ, તા.અંજાર જી.કચ્છ(ભુજ) ખાતેથી ઝડપી પાડી મજકુર આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી શિહોર પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.  આ કામગીરીમાં આર.આર.સેલ ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સ્પેકટર આર.એચ. બાર તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ્પેકટર ટી.એસ. રીઝવીની સુચનાથી સ્ટાફના હેડકોન્સ. બાબાભાઇ આહીર તથા અર્જુનસિંહ ગોહીલ તથા પો.કોન્સ. એઝાઝખાન પઠાણ તથા નિતીનભાઇ ખટાણા તથા ડ્રાઇવર ગોપીદાન ગઢવી વિગેરે જોડાયા હતા

(11:49 am IST)