Gujarati News

Gujarati News

News of Monday, 16th March 2020

બગસરાનો ૪ વર્ષથી સજા પામેલ ફરાર આરોપી યુપીમાં પકડાયો

વઢવાણઃ પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયાએ સુરેન્દ્રનગર જીલ્લામાં નાસતા-ફરતા આરોપીઓને એકશન પ્લાન બનાવી પકડી પાડી અસરકારક કામગીરી માટેપેરોલ ફર્લો સ્કવોડના પો.સબ.ઇન્સ. વી.આર.જાડેજાનેસુચના આપેલ હોય જે આધારે મુળી પો.સ્ટે. વિસ્તારમાં જ્યુડી.મેજી.ફ.ક. મુળી કોર્ટના ફો.કે.નં.ર૩૮/ર૦૧૦ ના કામે આરોપી ભરત ઉર્ફે મગનભાઇ કાળુભાઇ જેસીંગભાઇ વાંઝા રહે.બગસરા, નદીપરા વાળા વિરૂદ્ધ સી.આર.પી.સી.કલમ ર૩પ (ર) અનવ્યે ઇ.પી.કો. કલમ ૩૯૪, ૧ર૦ (બી) ના ગુન્હા સબબ તકસીરવાન ઠેરવી કોર્ટ દ્વારા ગઇ તા.૧૩/૪/ર૦૧૬ ના રોજ મજકુર આરોપીને ત્રણ વર્ષની સખત કેદ તથા રૂ.૧૦,૦૦૦/-નો દંડનો હુકમ ફરમાવેલ હોય અને મજકુર સજા પામેલ આરોપીને હુકમની અમલવારી બાકી હોય અને મજકુર આરોપી છેલ્લા ચાર વર્ષથી નાસતો ફરતો હોય મજકુર આરોપીનું મુળી કોર્ટ દ્વારા પકડ વોરંટ ઇસ્યુ કરેલ હોય જે અંગે હકિકત આધારે સદરહું સજના વોરંટનો આરોપી શેખપર-ગોદાવરી હાઇવે રોડ ઉપરથી મળી આવતા મજકુર આરોપીને આગળની ઘટતી કાર્યવાહી કરવા સારૂ મુળી પો.સ્ટે.સોપી આપેલ છે. પેરોલ ફર્લો સ્કવોડની ટીમના એ.એસ.આઇ. ભુપેન્દ્રભાઇ જીણાભાઇ તથા પો.હેડ કોન્સ. મહિપતસિંહ ભગવતસિંહ તથા પો.કોન્સ. ભગીરથસિંહ અનિરૂદ્ધસિંહ તથા એ.એચ.ટી.યુ.ના એ.એસ.આઇ. નારણભાઇ દેવજીભાઇ એ રીતેની ટીમ દ્વારા આરોપીને પકડી પાડવામાં આવેલ છે.

(11:47 am IST)