Gujarati News

Gujarati News

News of Monday, 16th March 2020

પોરબંદર ચેમ્બરની કારોબારીની ચૂંટણી પ્રથમ વખત બિન હરીફઃ પ્રમુખ પદે પુનઃ જીજ્ઞેશભાઇ કારીયા

૨૭મીએ જીજ્ઞેશભાઇનો સત્કાર સમારંભઃ ફોર્મ ભરવાની મુદતમાં એક પણ ઉમેદવારે ફોર્મ ભર્યું નહી

પોરબંદર,તા.૧૬: ચેમ્બર ઓફ કોર્મસની કારોબારીની ચૂટણીમાં વર્તમાન પ્રમુખ જીજ્ઞેશભાઇ કારીયા બિન હરીફ ચૂંટાઇ આવેલ છે. ચેમ્બરના ૪૨ વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત બિનહરીફ ચૂંટણી યોજાઇ હતી. વર્તમાન પ્રમુખ જીજ્ઞેશભાઇ સામે ફોર્મ ભરવાની મુદતમાં એક પણ ઉમેદવારે ફોર્મ ભર્યું નહોતું.

વેપારી પેઢીના ૧ સભ્યો મતદાન કરીને ચેમ્બરના પ્રમુખને ચુંટતા હોય છે પરંતુ પોરબંદર ચેમ્બરના પ્રમુખપદની આ ચુંટણીમાં ફોર્મ ભરવાની મુદતમાં એક માત્ર વર્તમાન પ્રમુખે જ ફોર્મ ભર્યું હોવાથી તેઓને બીનહરીફ ચુંટી કાઢવામાં આવ્યા છે. અને ૨૭મી માર્ચે તેઓનો સત્કાર સમારોહ યોજવામાં આવશે. ૪૨ વર્ષમાં પહેલી વખત કારોબારી બિનહરીફ થઇ છે.

ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના મેનેજીંગ કમીટીના ચુંટાયેલા સભ્યોની મીટીંગમાં નકકી થયું હતું કે, વર્ષ ૨૦૨૦, ૨૦૨૧ અને વર્ષ ૨૦૨૧-૨૨ના વર્ષ માટે ચેમ્બરના પ્રમુખની ચુંટણી તા. ૨૭ને શુકવારે બપોરે ૪ વાગ્યે સામાન્ય સાધારણ સભામાં યોજાશે. અને સભા પુરી થયા બાદ ચુંટણીની કાર્યવાહી શરૂ થશે. રાત્રે ૧૦:૩૦ સુધી મતદાન થશે. અને ત્યારબાદ મતગણતરી થશે અને તે માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ શનિવારની હતી. પરંતુ શનિવારે સાંજે સુધીમાં વર્તમાન પ્રમુખ જીજ્ઞેશભાઇ કારીયા સિવાય એક પણ ઉમેદવારે ફોર્મ ભર્યું નહી હોવાથી તેઓને બિનહરીફ વિેજેતા જાહેર કરી દેવામાં આવ્યા હતા અને તેઓને સત્કાર સમારોહ ૨૭મીએ માર્ચે બિરલા હોલ ખાતે યોજવામાં આવશે. નાના-મોટા પ્રશ્નોનું નિરાકરણ કરાવવામાં આગળ રહ્યા હોવાથી તેમના ઉપર વેપારીઓએ પસંદગી કરી છે.

(11:46 am IST)