Gujarati News

Gujarati News

News of Monday, 16th March 2020

જામનગરમાં 'કોરોના' વાઇરસની દહેશતના પગલે સમિયાણો બાંધી લીધા બાદ કાર્યક્રમ મોકૂફઃ

જામનગરઃ મહાનગર પાલિકાએ કોરોના વાયરસની દહેશતથી કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો હતો. કૃષિમંત્રી આર.સી.ફળદુ, રાજયમંત્રી હકુભા જાડેજા અને રાષ્ટ્રીય સફાઈ કામદાર આયોગના ચેરમેન મનહર ઝાલા તેમજ સાંસદ પૂનમબેન માડમ, મેયર હસમુખભાઈ જેઠવા સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. વોર્ડ નં.૧૬માં સીસીરોડનું ખાતમુહૂર્ત માટે યોજાયો હતો.પરંતુ સમિયાણો બાંધી લીધા બાદ કાર્યક્રમ  મોકૂફ રાખવામાં આવ્યો હતો. અને કાર્યક્રમ સ્થળે કોરોના વાયરસને લઈને કાર્યક્રમ મોકૂફના બેનર લગાવ્યા હતા.(અહેવાલઃ મુકુંદ બદિયાણી) (તસવીરોઃ કિંજલ કારસરીયા, જામનગર)

(11:46 am IST)