Gujarati News

Gujarati News

News of Sunday, 5th May 2024

ગોહિલવાડ પંથકમાં 40 ડિગ્રી ગરમીથી લોકો ત્રાહિમામ :દિવસભર ગરમ લુ ફુંકાતા જનજીવન પ્રભાવિત થયું

ભાવનગર :ગોહિલવાડ પંથકમાં આજે 40 ડિગ્રી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા . દિવસભર ગરમ લુ ફુંકાતા જનજીવન પ્રભાવિત થયું હતું.

ભાવનગર શહેરમાં આજે અંગ દજાડતી ગરમી થી લોકો તોબા પોકારી ગયા હતા. દિવસ પર ગરમ પવન ફૂંકાયો હતો.
આજે રવિવારે ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન 41.0 ડીગ્રી નોંધાયું હતું .જ્યારે લઘુતમ તાપમાન 30.0 ડિગ્રી રહેવા પામ્યું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 26% રહ્યું હતું. જ્યારે પવનની ઝડપ 18 કિ.મી. પ્રતિ કલાકની રહી હતી.

   
(7:37 pm IST)