Gujarati News

Gujarati News

News of Sunday, 5th May 2024

77- જામનગર ગ્રામ્ય વિધાનસભા મત વિસ્તારના દિવ્યાંગ અને વરિષ્ઠ મતદારોને ફ્રી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા મળશે

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૫ :   લોકસભા સામાન્ય ચુંટણી- 2024 અન્વયે આગામી તારીખ 07/05/2024 ના રોજ મતદાન યોજાનાર છે. ત્યારે 77- જામનગર ગ્રામ્ય વિધાનસભા મતવિસ્તારમાં  સમાવિષ્ટ સિનીયર સીટીઝન/ વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગ મતદારો સરળતાથી મતદાન કરી શકે તે માટે મદદનીશ ચુંટણી અધિકારીશ્રી અને પ્રાંત અધિકારીશ્રી, જામનગર ગ્રામ્ય દ્વારા હેલ્પ લાઈન વોટ્સેપ નંબર 9409421703 જાહેર કરવામાં આવ્યો છે.

ઉકત હેલ્પ લાઈન નંબર પર મતદારશ્રીએ પોતાનું લોકેશન તથા બુથ નંબર અંગેની માહિતી વોટ્સેપ એપ્લિકેશન દ્વારા જાણ કરવાની રહેશે.

આ સેવા હેઠળ ફક્ત સિનીયર સીટીઝન અને દિવ્યાંગ મતદારોને તેમના સંબંધિત મતદાન મથક સુધી પીકઅપ તથા ડ્રોપની સુવિધા પુરી પાડવામાં આવશે. તેમ મદદનીશ ચુંટણી અધિકારીશ્રી, 12- જામનગર સંસદીય મતવિસ્તાર અને પ્રાંત અધિકારીશ્રી, જામનગર ગ્રામ્યની યાદીમાં જણાવવામાં આવ્યું છે. 

(2:40 pm IST)