Gujarati News

Gujarati News

News of Sunday, 5th May 2024

જામનગરમાં ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ ૫૦૦ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

જામનગર, તા.૫

સામાન્ય રીતે આપણે એવા સમાચાર વાંચવાથી ટેવાઇ ગયેલા છીએ કે કોંગ્રેસના ફલાણા નેતા કે અમુક કાર્યકરો ભાજપમાં જોડાઇ ગયા.

પરંતુ આ વખતે જે સમાચાર સામે આવ્યા છે તે બિલકુલ ઉલટા છે. સમાચાર છે જામનગરના. જ્યાંથી એવી વાત સામે આવી છે કે ભાજપના ૫૦૦થી વધુ કાર્યકરો અને હરેન્દ્રસિંહ જાડેજા ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાઇ ગયા છે..

પરષોત્તમ રૂપાલાના વિવાદીત નિવેદનને લઇને ક્ષત્રિય સમુદાયનો હજુપણ એક વર્ગ એવો છે જે રોષમાં છે.. સુત્રોનું માનીએ તો ભાજપના ૫૦૦થી વધુ કાર્યકરો અને હરેન્દ્રસિંહ જાડેજાનું કોંગ્રેસમાં ભળવું એ આ રોષનું જ પરિણામ છે

(11:09 am IST)