Gujarati News

Gujarati News

News of Sunday, 5th May 2024

ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ

દેવભૂમિ દ્વારકા, તા.૫

રાજ્યમાં અવારનવાર નશાકારક પદાર્થનો જથ્થો ઝડપાતો હોય છે. ત્યારે આવી જ એક ઘટના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બની છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી ફરી એક વાર દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ છે. ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારુની ભઠ્ઠીઓ પર દરોડા પાડ્યા છે.

૩૨૦૦ લીટર દેશી દારૂમાં ઉપયોગમાં લેવાતો કાચો આથો પકડાયો છે. જ્યારે ૨૨૦ લીટર દેશી દારુનો જથ્થો પોલીસે જપ્ત કર્યો છે. ૧૨ નંગ ગોળના ડબ્બા, દેશી દારુ બનાવવાના સાધનો સહિત મુદ્દામાલ જપ્ત કર્યો છે. બરડા ડુંગરનાં મોરડિયા નેશમાં આ ભઠ્ઠી ચાલતી હોવાનું સામે આવ્યુ છે.

પોલીસના દરોડા પાડતા ૪ આરોપી ફરાર થયા છે. ફરાર આરોપી કરશન ચાવડા, રાજુ ચાવડા, અમરા ચાવડા અને અતુલ ચાવડા સામે ભાણવડ પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા કવાયત હાથ ધરી છે.

(11:10 am IST)