Gujarati News

Gujarati News

News of Sunday, 5th May 2024

કચ્છના માંડવીમાં આંસંબિયા ગામમાં પવનચક્કી ધરાશાયી થવાની ઘટના સામે આવી

આ સદનસીબે ખેતરમાં કોઈ હાજર ન હોવાથી જાનહાનિ ટળી છે

કચ્છ, તા.૫

કચ્છના માંડવીમાં પવનચક્કી ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. કચ્છના નાના આસંબીયા ગામ પાસે આ ઘટના બની છે. પવનચક્કી ધરાશાયી થતા આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે.

કચ્છના માંડવીમાં પવનચક્કી ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. કચ્છના નાના આસંબીયા ગામ પાસે આ ઘટના બની છે.પવનચક્કી ધરાશાયી થતા આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે.આ સદનસીબે ખેતરમાં કોઈ હાજર ન હોવાથી જાનહાનિ ટળી છે.આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. સામાન્ય રીતે પવનચક્કીની ઉંચાઈ ૧૦૦ મીટર કે તેનાથી વધારે હોય છે.મોટાભાગની પવનચક્કી ખુલા વિસ્તારોમાં લગાવવામાં આવે છે.

બીજી તરફ આ અગાઉ પણ આ પ્રકારની ઘટના કચ્છના અબડાસાના કડુલી-રાપરગઢમાં થઈ હતી. કડુલી-રાપરગઢમાં એક પવનચક્કીમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી. ગામના સીમાડામાં આવેલી પવનચક્કીના પાંખિયામાં આગ લાગવાના કારણે જમીનદોસ્ત થઈ હતી.

(11:10 am IST)