Gujarati News

Gujarati News

News of Sunday, 5th May 2024

રાણાવાવ-કુતિયાણાના પૂર્વ ધારાસભ્ય કરશનભાઇ દુલાભાઇ ઓડેદરાનું અવસાન

હૃદયરોગનો હુમલો જીવલેણ બન્યોઃ ર ટર્મમાં ભાજપમાંથી ચૂંટાઇ આવ્યા હતાઃ અંતિમ યાત્રામાં રાજકીય આગેવાનો લોકો વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ સહિત બહોળી સંખ્યામાં લોકો જોડાઇને સદ્ગતને અંજલી અર્પી

પોરબંદર-આદિત્યાણા , તા. ૪ : રાણાવાવ-કુતિયાણાના ભાજપના પૂર્વ ધારાસભ્ય કરશનભાઇ દુલાભાઇ ઓડેદરાનું અવસાન થયું છે. ગઇકાલે રાત્રીના હૃદયરોગ હુમલો આવતા કરશનભાઇ ઓડેદરાનું અવસાન થયુ છે. તેઓ રાણાવાવ-કુતિયાણાના ભાજપના ધારાસભ્ય તરીકે બે ટર્મમાં ચૂંટાઇ આવ્યા હતાં.

રાણાવાવ કુતિયાણાના પૂર્વ ધારાસભય કરશનભાઇ દુલાભાઇ ઓડેદરા તેઓ જીલ્લા પંચાયત પોરબંદરના પૂર્વ પ્રમુખ શ્રીમતી સાજણ બેન ઓડેદરાના પતિ, અર્જુનભાઇ ઓડેદરાના પિતાજી, મહેર સમાજ આગેવાન ભીમભાઇ દુલાભાઇ ઓડેદરાના નાનાભાઇ, માર્કેટીંગ યાર્ડના ચેરમેન લખમણભાઇ ઓેડેદરાના કાકા થાય છે.

સદ્ગતનું સ્મશાન યાત્રા આજે સવારે તેમના નિવાસ સ્થાન ખાખરિયા નાગેદવતા મંદિર પાસે રાણાવાવ ખાતેથી નીકળી હતી. સ્મશાન યાત્રામાં રાજકીય આગેવાનો વિવિધ સંસ્થાઓ તથા વિવિધ અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાઇને કરશનભાઇ ઓડેદરાના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરીને અંજલી અર્પી હતી.

રાણાવાવ કુતિયાણા વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્ય કરશનભાઇ દુલાભાઇ ઓડેદરાનો જન્મ બોરીચા ગામે થયેલ હતો. તેઓની કર્મભૂમિ આદિત્યાણા રહેવા પામેલ તેઓ આદિત્યાણા નગરપાંચાયતના નગરપતિ તરીકે કારકિર્દીની શરૂઆત કરેલ હતી. બાદમાં રાણવાવ તાલુકા પંચાયતના પ્રમુખ અને ૧૯૯૪ થી ર૦૧ર સુધી ૧૮ વર્ષ ધારાસભ્ય તરીકે કામગીરી કરેલ. તેઓ કુશળ રાજનીતીકાર ગણાતા હતા. તેઓ પત્નિ સાજણબેન, પુત્ર અર્જુનભાઇ પુત્રીઓ લીલુબેન અને મંજુબેન સહિત પરિવારજનોને વિલાપ કરતા છોડી ગયેલ છે.

(1:21 pm IST)