-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
ચેમ્બરની AGM ૩૦ મીએ ઓનલાઇન મળશે : સભ્યોને એજન્ડા રવાના કરાયો
કોઇ સૂચન-પ્રશ્નો હોય તો ૨૩ મી સુધીમાં પહોંચાડવાના રહેશે

રાજકોટ,તા. ૨૧: આ વર્ષે કોવિડ-૧૯ કોરોના મહામારીના સંક્રમણને કારણે સાવચેતીના ભાગરૂપે રાજકોટ ચેમ્બરની ૨૦૧૯-૨૦ની વાર્ષિક સામાન્ય સભાની તમામ કાર્યવાહી ઓનલાઇન રાખેલ છે. મિટીંગનો એજન્ડા તમામ સભ્યોને વોટસએપ તથા ઇ-મેઇલ દ્વારા મોકલવામાં આવેલ છે. વાર્ષિક સામાન્ય સભા તા. ૩૦/૯/૨૦૨૦ બુધવારના રોજ સાંજના ૪ વાગ્યે ઝુમ દ્વારા ઓનલાઇન રાખવામાં આવેલ છે. વાર્ષિક સામાન્ય સભામાં ઓનલાઇન જોડાવવા માટે સભ્યો ચેમ્બરના ઇ-મેઇલ rajkotchamber@yahoo.co.in અથવા ફોન : ૨૨૨૭૪૦૦ ઉપર તા. ૨૮/૯/૨૦ સાંજના ૬ વાગ્યા સુધીમાં રજીસ્ટ્રેશન કરાવાનું રહેશે. જે લોકોએ રજીસ્ટ્રેશન કરાવેલ હશે તેને જ ઝુમ ઓનલાઇન મિટીંગમાં જોડાવા માટે લીંક મોકલવામાં આવશે. સભ્યશ્રીઓએ વાર્ષિક સામાન્ય સભામાં સમયસર ઓનલાઇન લોગ ઇન થવું. જે સભ્યશ્રીને એજન્ડાની કોપીની જરૂરીયાત હોય તો સભ્યોએ તા. ૨૫/૯/૨૦૨૦ પહેલા રાજકોટ ચેમ્બરની ઓફિસેથી ઓફિસ સમય દરમ્યાન મેળવી લેવી. વાર્ષિક સમાન્ય સભા માટે કોઇ પણ પણ પ્રશ્નો -સુચનો હોય તો લેખિત રજૂઆત ઇ-મેઇલ અથવા કુરીયરથી ચેમ્બરની ઓફિસમાં તા. ૨૩/૯/૨૦૨૦ સુધીમાં મોકલી આપવાના રહેશે. જો કોઇ સભ્યોને વોટસઅપ કે ઇ-મેઇલ ન મળેલ હોય તો તે રાજકોટ ચેમ્બરની ઓફિસમાં સંપર્ક કરવા વિનંતી.