-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
પેરોલ જંપ કરનારા કેદી નવનીત હરસોડાને ઝડપી લેતી ફરલો સ્કવોડ
હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવતા કેદીને સોમનાથ સોસાયટીમાંથી દબોચ્યો

રાજકોટ તા. ર૧ : મધ્યસ્થ જેલમાં હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવતો કેદી પેરોલ રજા પર ગયા બાદ ફરાર થઇ જતા તેને ફરલો સ્કવોર્ડની ટીમે સોમનાથ સોસાયટીમાંથી પકડી લીધો હતો.
મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ પોલીસ કમિશ્નર ખેરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા તથા મનોહરસિંહ જાડેજા અને એસીપી, ડી.વી.બસીયાએ વચગાળાના જામીન પરથી પેરોલ ફરલો રજા પરથી અથવા પોલીસ જાપ્તામાંથી ફરાર કેદીને પકડી પાડવામાં માટે સુચના આપા પીએઇઆઇ, એમ.એસ. અંસારી તથા રાજુભાઇ, ધમભા જાડેજા, હરપાલસિંહ, બાદલભાઇ દવે, હેડકોન્સ. દીગ્વીજયસિંહ જાડેજા, ઝાહીરભાઇ ખફી, બકુલભાઇ વાઘેલા, જયદેવસિંહ પરમાર, ધીરનભાઇ ગઢવી, કિશોરદાન ગઢવી, મહંમદ અઝરૂદ્દીનભાઇ બુખારી, તથા ભુમીકાબેન અને સોનાબેન મુળીયા સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે કોન્સ જયદેવસિંહ પરમાર અને રાજુભાઇને મળેલી બાતમીના આધારે ગાંધીગ્રામ વિસ્તારમાં આઠ વર્ષ પહેલા થયેલી હત્યાના ગુનામાં મધ્યસ્થ જેલમાં આજીવન કેદની સજા ભોગવતો નવનીત રતીલાલભાઇ હરસોડા (ઉ.૩૧) (રહે. સોમનાથ સોસાયટી શેરી નં.૩ દોઢસો ફુટ રોડ) જેલમાંથી પેરોલ રજા પર ગયા બાદ બે માસથી ફરાર હોઇ, તેને સોમનાથ સોસાયટી-૩ શેરી નં.૩ માંથી પકડી લીધો હતો.