-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
કોરોના સંક્રમણ અટકાવવા ૧૩પર પોલીસ અધિકારીઓ-કર્મચારીઓ, હોમગાર્ડ તથા ટીઆરબીના જવાનો ખડેપગે
૭૦૬૮ વ્યકિતના મોબાઇલ ફોનમાં 'સેફ રાજકોટ' એપ્લીકેશન ડાઉનલોડ કરાવી તેના પર રખાઇ રહી છે દેખરેખ : ૧૨૩૬૦ લોકોને કોન્ટેક ટ્રેસીંગ કરાયાઃ સોશ્યલ ડીસ્ટન્સીંગ તથા જાહેરનામાનો ભંગ કરનાર વિરૂધ્ધ કુલ ૧૪,૮૬૩ કેસો થયાઃ માસ્ક નહી પહેરનારા તથા જાહેરમાં થુંકનારા કુલ ૧,૪૨,૦૦૬ લોકો દંડાયાઃ પોલીસ અને મ્યુ. કોર્પોરેશનની જોઇન્ટ એન્ફોર્સમેન્ટ ટીમમાં ૧૮ પીએસઆઇ અને આરએમસીની ટીમો કાર્યરત : કારણ વગર બહાર ન નીકળવા, ઘરે રહી સુરક્ષીત રહેવા પોલીસ કમિશનરનો અનુરોધ

રાજકોટ તા. ૨૧: સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની મહામારી ફેલાયેલ છે જે અટકાવવા માટે સરકાર દ્વારા માર્ગદર્શિકા બહાર પાડી પ્રયાસો હાથ ધરાયા છે. જેમાં રાજકોટ શહેર પોલીસ દ્રારા પણ કામગીરી થઇ રહી છે. સરકારની માર્ગદર્શિકાનું જાહેર જનતા દ્વારા ચુસ્તપણે પાલન થાય તે માટે પોલીસ મહત્વની ફરજ બજાવી રહી છે. શહેરની જનતા સ્વસ્થ અને સુરક્ષીત રહે તે માટે પોલીસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ શહેર પોલીસ દ્વારા લોક જાગૃતી સાથે સાથે લોકો સરકારની માર્ગદર્શિકાનુ ચુસ્તપણે પાલન કરે તે માટે નવતર પ્રયાસો કરી સાથો સાથ કડક કાર્યવાહી કરવામા આવી રહી છે.
કોરોના વાયરસ જે લોકોથી લોકોમા ફેલાતો હોય જેમા પોલીસ ડીપાર્ટમેન્ટ દ્વારા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર સાથે રહી બનતા તમામ પ્રયાસો કરવામા આવી રહ્યા છે. સાથો સાથ લોકો પણ જાગૃત થઇ અને સાવચેત રહે તો કોરોના વાયરસની મહામારી ફેલાતી અટકાવી શકાય છે તેમજ પોતે તથા પોતાના પરિવારને સ્વસ્થ અને સુરક્ષીત રાખી શકાય છે. પોલીસ તથા મ્યુ. કોર્પોરેશનની જોઇન્ટ એન્ફોર્સમેન્ટ ટીમની રચના કરવામાં આવી છે. જેમા મહાનગરપાલીકાના અધિકારી /કર્મચારીઓ સાથે રાજકોટ શહેર પોલીસના ફુલ ૧૮ પીએસઆઇની ટીમ બનાવવામા આવી છે. આ ટીમ દ્વારા કટેન્મેનટ ઝોનમાં કવોરન્ટાઇન કરવામાં આવેલ લોકોની સતત દેખરેખ રાખે છે. તેમજ કવોરન્ટાઇનનો ભંગ કરનાર વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે તેમજ કવોરન્ટાઇન થયેલ લોકોના મોબાઇલ ફોનમાં સેફ રાજકોટ એપ્લીકેશન ડાઉનલોડ કરાવી તેમના ઉપર દેખરેખ રાખવામાં આવી રહેલ છે. અત્યાર સુધીમા કુલ ૭૦૬૮ વ્યકિતના મોબાઇલ ફોનમાં સેફ રાજકોટ એપ્લીકેશન ડાઉનલોડ કરી તેઓની દેખરેખ રાખવામા આવી રહેલ છે.
રાજકોટ શહેરમાં કોરોના વાયરસ પોઝીટીવ આવેલ વ્યકિતના કોના કોના સંપર્કમાં આવેલ હતા તે બાબતે રાજકોટ શહેર પોલીસ ની એક ટીમ બનાવી સંક્રમીત થયેલ વ્યકિતના મોબાઇલ નંબર આધારે તેના કોન્ટેકમા કોણ કોણ આવેલ છે તે લોકોની ઓળખ કરવામા આવી રહેલ છે જેની માહિતી રાજકોટ મહાનગરપાલીકા ને આપવામાં આવે છે તેમજ તેમના મોબાઇલ ફોનમાં મેસેજ કરી તેઓના મોબાઇલ મા સેફ રાજકોટ એપ્લીકેશન ડાઉનલોડ કરવા સુચના કરવામાં આવે છે એ રીતે હાલ સુધી કુલ ૧૨૩૬૦ લોકોને કોન્ટેક ટ્રેસીંગ કરવામાં આવેલ છે.
રાજકોટ શહેર પોલીસ દ્વારા હાલ કુલ ૧૩પર પોલીસ અધિકારી, કર્મચારી, હોમગાર્ડ તથા ટી.આર.બી.ના જવાનો કોરોના વાયરસની મહામારી અટકાવવા માટે ખડેપગે ફરજ બજાવી રહેલ છે તેમજ રાજકોટ શહેરમા સતત સરકારી વાહનમા પેટ્રોલીંગ બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે જેઓ દ્વારા સરકારનીમાર્ગદર્શીકાનુ પાલન નહી કરનાર વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામા આવી રહેલ છે. જેઓ દ્વારા હાલ સુધી રાજકોટ શહેરમાં સોશ્યલ ડીસ્ટન્સીંગ તથા જાહેરનામાનો ભંગ કરનાર વિરૂધ્ધ કુલ ૧૪,૮૬૩ કેસો કરવામાં આવેલ છે તેમજ જાહેરમાં માસ્ક નહી પહેરનાર તથા જાહેરમા થુંકનાર કુલ ૧,૪૨,૦૦૬ લોકોને દંડ કરવામા આવેલ છે તેમજ તેમજ હાલમા સરકારશ્રી દ્વારા અનલોક જાહેર કરવામા આવેલ છે.
જે અનલોક દરમ્યાન વેપાર ધંધામાં છુટછાટ આપવામા આવેલ છે જે દરમ્યાન સરકારની માર્ગદર્શીકાનુ ચુસ્તપણે પાલન કરવાનુ રહે છે તેમ છતા ધણા વેપારીઓ દ્વારા બેદરકારી દાખવામાં આવી રહેલ હોય છે જે ધ્યાને આવ્યે રાજકોટ શહેર પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાઠી કરવામા આવી રહેલ છે જેમા અનલોક-૪ દરમ્યાન કુલ ૩૨૭ હોટલ, દુકાનો, મોલ, લારી, ગલ્લા, પાન ની દુકાનો, ચાના થડાના સંચાલકો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
જે કરવામા આવેલ કાર્યવાહી બાબતે પોલીસ દ્વારા મ્યુ. કોર્પોરેશનને આગળની કાર્યવાહી કરવા યાદી કરવામા આવે છે જે આધારે રાજકોટ મહાનગરપાલીકા દ્વારા દુકાનો સીલ કરવા તેમજ દંડ કરવાની કાર્યવાહી કરવામા આવે છે જે અંગે રાજકોટ ડી માર્ટ જેવા મોલને મહાનગરપાલીકા દ્વારા રૂ.૨૫,૦૦૦/-નો દંડ પણ કરવામા આવેલ છે.
રાજકોટ શહેર પોલીસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલ દ્વારા સરકારની માર્ગદર્શીકાનું પાલન નહી કરનાર લોકો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામા આવી રહેલ છે તો સાથો સાથ લોકોમાં જાગૃતી ફેલાય તે માટે રાજકોટ શહેરની સોસાયટીઓ દ્વારા પોતાની સોસાયટીમાં કોરોના વાયરસની મહામારી ફેલાતી અટકે તે માટે તેઓ દ્વારા જે પણ સાવચેતીના પગલા લેવામા આવેલ હોઇ તો તે બાબતે સોસાયટી ના પ્રમુખશ્રી દ્વારા જે તે પોલીસ સ્ટેશન ખાતે તારીખ ર૩/૦૯/ર૦ર૦ સુધી તેની જાણ કરવાની રહેશે. આવી સોસાયટીઓને ઇનામ આપી પ્રોત્સાહીત કરી ઇનામ આપવામા આવશે.
આ ઉપરાંત પોલીસ પ્રજાનો મિત્ર એ સુત્ર મુજબ ડીસીબીના સબ ઇન્સ. એચ.બી.ધાંધલ્યા તથા પો. હેડ કોન્સ. સુભાષભાઇ સોંડાભાઇ દ્વારા પ્લાઝમા ડોનેટ પણ કરવામા આવેલ છે. તેમજ ધણા બીજા અધિકારી કર્મચારીઓ પણ પ્લાઝમા ડોનેટ કરવા આગળ આવેલ છે.
પોલીસ આપની સુરક્ષા માટે કટીબધ્ધ છે. લોકોએ પણ સહકાર આપવો જરૂરી છે. કારણ વગર બહાર ન નીકળી ઘરે રહી સ્વસ્થ રહેવા અને સુરક્ષીત રહેવા પોલીસ કમિશનરશ્રી અગ્રવાલએ અનુરોધ કર્યો છે.