-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
News of Monday, 21st September 2020
રવિવારે મોટી ટાંકી ચોકમાં રકતદાન કેમ્પ
રમણીકભાઇ માધવાનીની ૨૫મી પૂણ્યતિથિ અને દક્ષાબેન રૂપારેલના સ્વર્ગવાસ બાદ પ્રથમ જન્મતિથિ નિમિતે આયોજન : રકતદાતાઓએ રકતદાન કરી માનવધર્મ બજાવવા અનુરોધઃ નામ નોંધાવી દેવા

રાજકોટઃ સ્વ. રમણીકભાઇ બાબુલાલ માધવાનીની ૨૫મી પુણ્યતિથિ તથા સ્વ. દક્ષાબેન જયકૃષ્ણભાઇ રૂપારેલના સ્વર્ગવાસ બાદ પ્રથમ જન્મદિવસ નિમિતે મહા રકતદાનનું આયોજન રાખવામાં આવેલ છે. આ આયોજનમાં સર્વશ્રી જયકૃષ્ણ રૂપારેલ, ધર્મેન રૂપારેલ, રચના રૂપારેલ, મીનાબેન, રૂહી માધવાની, ભાવિક પજવાણી, આયુષી પજવાણી, પ્રિયાંશી રૂપારેલ જોડાયા છે.
આગામી તા.૨૭ના રવિવારે સવારે ૧૦ થી ૧ દરમિયાન મોટી ટાંકી ચોક (બ્લડ ડોનેશન વાન) ખાતે રેડક્રોસ બ્લડ બેંકના સહયોગથી રકતદાન કેમ્પનું આયોજન કરાયું છે. આ રકતદાન કેમ્પમાં રકતદાન કરી માનવધર્મ બજાવવા અનુરોધ કરાયો છે. રકતદાતાઓ મો.૭૦૧૬૭ ૭૫૬૨૮ ઉપર નામ નોંધણી કરાવી શકે છે. સરકાર શ્રીના નિયમોનું પાલન કરી મોબાઇલ વાનમાં પણ સોશ્યલ ડિસ્ટન્સ સાથે બે વ્યકિત રકતદાન કરશે.
(2:55 pm IST)