-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
પીડીયુમાં અપાતી શ્રેષ્ઠ સારવાર અને સેવા ચાકરીના અમે સાક્ષીઃ અમિત નિર્મળ

રાજકોટ તા. ૨૧ : રાજય સરકાર કોરોનાના દર્દીઓને સરકારી હોસ્પિટલમાં સારામાં સારી સારવાર અને ચા- પાણી, નાસ્તો, જમવાનું સહિત તમામ સગવડો મળે તે માટે અથાગ પ્રયત્ન કરી રહી છે. રાજકોટ PDUમાં અમને ધારણા કરતાં ખૂબ સારી-શ્રેષ્ઠ સારવાર મળી છે,તેમ રાજકોટના શ્રમજીવી સોસાયટીમાં રહેતા અમિતભાઇ નિર્મળે કહયુ હતું.
રાજકોટની PDU હોસ્પિટલના તબીબો- સ્ટાફ અને સમગ્ર વહીવટી તંત્ર પ્રત્યે આભારની લાગણી વ્યકત કરતાં અમિતભાઇ કહે છે કે મારા પિતાશ્રી નિવૃત પ્રોફેસરશ્રી ધર્મેશભાઇ નિર્મળને તા. ૧ સપ્ટેમ્બરના રોજ કોરોનાનો પોઝીટીવ રિપોર્ટ આવ્યો હતો તેમને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી.
એટલે અમે સીધા જ PDUમાં ગયા. જયાં દર્દીના બેડની વ્યવસ્થા થાય તે પહેલા નીચેના ફલોર પર ઓકસીજન આપી સારવાર શરૂ કરી દેવામાં આવી હતી. જેથી મારા પિતાશ્રીને રાહત થઇ હતી.
અમીતભાઇ કહે છે કે હોસ્પિટલમાં તમામ સુવિધા છે. સરકારની, જિલ્લાતંત્રની, હોસ્પિટલ તંત્રની કામગીરી શ્રેષ્ઠ છે. શુધ્ધ અને સાત્વિક ભોજન અને ફ્રુટ પણ આપવામાં આવે છે.
રાજકોટ હોસ્પિટલની સેવાકીય કામગીરીથી પ્રભાવિત થઇને તેઓએ હોસ્પિટલ તંત્રને પણ જાગૃત નાગરિક તરીકે કોઇપણ મદદ કરવાની તૈયારી બતાવી હતી.