-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
પરિણિતાને આપઘાતની ફરજ પાડવાના ગુનામાં પકડાયેલ દિયરની જામીન અરજી મંજુર

રાજકોટ તા. ર૧: સંતકબીર રોડ ઉપરની પરણીતાને આપઘાત માટે મજબુર કરવાના ગુન્હામાં દેરની જામીન અરજીને સેસન્સ કોર્ટે મંજુર કરી હતી.
આ અંગે પોલીસ કેસની ફરીયાદ પ્રમાણેની વિગત એવી છે કે તા. ૧-૭-ર૦ર૦ના રોજ ગુજરનાર સોનલબેન ધર્મેશભાઇએ પોતાના સાસરીયા પર રાજારામ સોસાયટી, સંતકબીર રોડ ખાતે પોતાના રૂમમાં પંખા સાથે સાડી બાંધી ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરતા સોનલબેનની માતા શારદાબેન હસમુખભાઇ ધનાણીએ થોરાળા પોલીસમાં પોતાની દિકરીને શારીરીક માનસીક દુઃખ ત્રાસ આપી મરવા મજબુર કરવા બદલ તેના પતિ (૧) ધર્મેશ બાબુભાઇ ભલગામીયા (ર) સસરા બાબુભાઇ રવજીભાઇ ભલગામીયા (૩) સાસુ કંચનબેન બાબુભાઇ ભલગામીયા તથા (૪) દેર હાર્દીક બાબુભાઇ ભલગામીયા વિરૂધ્ધ આઇ.પી.સી. કલમ ૩૦૬, ૪૯૮(ક), તથા ૧૧૪ દહેજ ધારાની કલમો અન્વયે ફરીયાદ આપતા તેમાં આક્ષેપો કરેલ કે ઉપરોકત આરોપીએ તેની દીકરીને અવાર નવાર મેણા ટોળા મારીને મારકુટ કરતા તથા શારીરીક માનસીક દુઃખ ત્રાસ આપતા તથા બાપના ઘરેથી કાંઇ લાવી નથી તેમ કહી પૈસાની માંગણી કરતા અને ત્રાસ આપી દહેજની માંગણી કરતા અને આમ કરી તેને મરવા મજબુર કરેલ.
પોલીસે ઉપરોકત ચારે આરોપીઓની ધરપકડ કરી તા. ૪-૭-ર૦ર૦ના જેલ હવાલે કરેલ જેમાંથી આરોપી દેર હાર્દીક બાબુભાઇ ભલગામીયાએ પોતાના વકીલ મારફત રેગ્યુલર જામીન ઉપર છુટવા રાજકોટના ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરેલ જેમાં મુળ ફરીયાદીએ લેખીત વાંધાઓ રજુ કરી મોત શંકાસ્પદ હોવાનું જણાવેલ અને ગળુ દાબી તેણીને મારી નાખેલ હોવાની શંકા દર્શાવેલ.
તમામ પક્ષકારોની રજુઆતો મુળ ફરીયાદીના લેખીત વાંધાઓ પોલીસનું સોગંદનામું વિગેરે તમામ બાબતોને ધ્યાને લઇ રાજકોટના મુખ્ય જીલ્લા ન્યાયાધીશશ્રી ઉત્કર્ષ દેસાઇએ આરોપી હાર્દીક બાબુભાઇ ભલગામીયાની રેગ્યુલર જામીન અરજી મંજુર કરેલ છે.
આ કામે આરોપી વતી રાજકોટના વકીલશ્રી રૂપરાજસિંહ પરમાર, અજીત પરમાર, તથા ભરત સોમાણી રોકાયેલ હતા.