-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
ભાજપના ધુરંધર નેતા સ્વ. ગોધુમલ આહુજાનાં પુત્ર અને...
જંકશન - ગાયકવાડી પ્લોટ વેપારી મંડળનાં પ્રમુખ જયકિશન આહુજાનું દુઃખદ અવસાનઃ બજાર સ્વયંભુ બંધ

રાજકોટ તા. ર૧ :.. અહીંના ભાજપનાં ધુરંધર નેતા સ્વ. ગોધુમલ આહુજાનાં પુત્ર અને જંકશન પ્લોટ-ગાયકવાડી વેપારી મંડળનાં પ્રમુખ જયકિશનભાઇ આહુજાનું દુઃખદ અવસાન થતાં જંકશન પ્લોટનાં વેપારીઓ શોકની લાગણી વ્યકત કરીઅને બપોર સુધી બજારને સ્વયંભુ બંધ રાખી સદ્ગતને શ્રધ્ધાંજલી અર્પી હતી.
આ અંગે વેપારી મંડળની યાદીમાં જણાવાયું છે કે મંડળના લોકલાડીલા પ્રમુખ, આહુજા સીઝન અને જનરલ સ્ટોર્સ વાળા જયકિશન ગોધુમલભાઇ આહુજા કે જેઓએ પોતાનું સંપૂર્ણ જીવન વેપારીઓની સેવામાં વિતાવ્યું, વેપારીઓના દરેક પ્રકારના પ્રશ્નોમાં અગ્રેસર રહી પોતાની નિસ્વાર્થ સેવા આપતા રહ્યા આજરોજ જેઓનું દુઃખદ અવસાન થયેથી જંકશન પ્લોટ-ગાયકવાડી પ્લોટ વેપારી મંડળ અતિશયઃ દુઃખની લાગણી અનુભવે છે. સમસ્ત વેપારી મંડળે આજે તા. ર૧-૯- સવારથી બપોરે ર વાગ્યા સુધી પોતપોતાની દુકાનો બંધ રાખી દુઃખની લાગણી વ્યકત કરી અને સદ્ગતના આત્માને ઇશ્વર શાંતિ આપે અને તેમના પરિવાર ઉપર આવી પડેલ દુઃખ સહન કરવાની ઇશ્વર તેઓને સહન શકિત આપે તેવી પ્રાર્થના સાથે શ્રધ્ધાંજલી આપી હતી. (પ-૧૩)