-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
નામચીન ફિરોઝ સંધીનો ૨૯.૪૨ લાખનો દારૂ ઝડપાયો
રાતે પોણા બે વાગ્યે લોઠડાથી પડવલાના રસ્તે ઇન્ડસ્ટ્રીયલ એરિયાની બાજુમાં 'કટીંગ' વખતે જ આજીડેમ પોલીસ ત્રાટકી : ગોંડલનો હેમારામ રાઠોડ અને રાજકોટનો આનંદસિંહ રાઠોડ પકડાયાઃ ફિરોઝે મંગાવેલા દારૂનું ધવલ સાવલીયા કટીંગ કરાવતો હતોઃ બંનેની શોધખોળ : દારૂ, બોલેરો પીકઅપ, ટુવ્હીલર મળી ૩૩,૭૨,૪૦૦નો મુદ્દામાલ કબ્જે પીઆઇ વી. જે. ચાવડાની બાતમીઃ પીએસઆઇ એમ. ડી.વાળા અને ટીમનો દરોડો

રાજકોટ તા. ૨૧: શહેર અને રૂરલ એરિયામાં નામચીન બુટલેગર તરીકે જાણીતા ફિરોઝ સંધીનો અધધધ ૨૯ લાખ ૪૨ હજારનો વિદેશી દારૂ આજીડેમ પોલીસે 'કટીંગ' વખતે પડકી લીધો છે. મોડી રાતે લોઠડાથી પડવલા ગામ તરફ જતાં રસ્તે દરોડો પાડવામાં આવતાં નાસભાગ મચી ગઇ હતી. પોલીસે દારૂનો જથ્થો ઉપરાંત એક બોલેરો પીકઅપ, એકટીવા મળી કુલ રૂ. ૩૩,૭૨,૪૦૦નો મુદ્દામાલ કબ્જે કરી ગોંડલ, રાજકોટના બે શખ્સોને દબોચ્યા છે. ફિરોઝ અને કટીંગ કરાવનાર ધવલની શોધખોળ હાથ ધરી છે.
જાણવા મળ્યા મુજબ આજીડેમ પોલીસ મથક હેઠળના લોઠડાથી પડવલા ગામ તરફ જતાં રસ્તા પર રચના ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં દારૂના જથ્થાનું મોડી રાતે પોણા બે વાગ્યે કટીંગ થઇ રહ્યું હોવાની બાતમી મળતાં પીઆઇ વી. જે. ચાવડા, પીએસઆઇ એમ. ડી.વાળા સહિતનો કાફલો ત્રાટકતાં નાસભાગ મચી ગઇ હતી. પોલીસે બે શખ્સો હેમારામ નેનારામ રાઠોડ (ઉ.વ.૨૨-રહે. રાજહંસ સોસાયટી ગોંડલ-મુળ નીપ્પલ મેઘવાલગલી તા. દેસુરી પાલી-રાજસ્થાન) તથા આનંદસિંહ લક્ષમણસિંહ રાઠોડ (ઉ.વ.૨૮-રહે. રામકૃપા, કુલદેવી ફલેટ નં.૧૦૨-રાજકોટ-મુળ કુંડા તા. સેમારી ઉદયપુર-રાજસ્થાન)ને પકડી લીધા હતાં.
દરોડામાં પોલીસને રૂ. ૨૯,૪૨,૪૦૦નો ૭૩૫૬ બોટલ દારૂ તથા રૂ. ૪ લાખની બોલેરો, ૩૦ હજારનું એકટીવા કબ્જે કર્યા હતાં. ઝડપાયેલા બે શખ્સોની પુછતાછમાં આ દારૂ ફિરોઝ હાસમભાઇ સંધીએ મંગાવ્યાનું અને તેના કહેવાથી રાજકોટનો અન્ય બુટલેગર ધવલ રસિકભાઇ સાવલીયા કટીંગ કરાવવા આવ્યો હતો. દરોડો પડતાં તે ભાગી ગયો હતો.
પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી એચ. એલ. રાઠોડની સુચના મુજબ પીઆઇ વી. જે. ચાવડા, પીએસઆઇ એમ.ડી. વાળા, હેડકોન્સ. ભરતસિંહ પરમાર, મહેન્દ્રભાઇ પરમાર, પરેશભાઇ સાંગાણી, શૈલેષભાઇ નેચડા, ઉમેશભાઇ ગઢવી, કુલદીપસિંહ જાડેજા, જયપાલભાઇ સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી પરથી આ દરોડો પાડવામાં આવ્યો હતો.
ફિરોઝ સંધી અગાઉ પણ શહેર અને રૂરલ પોલીસના હાથે અનેક વખત લાખોના દારૂમાં પકડાઇ ચુકયો છે. ફરી વખત તેનો લાખોનો દારૂ ઝડપાઇ જતાં તેની અને કટીંગ કરાવવા આવેલા ધવલ સાવલીયાની શોધખોળ હાથ ધરવામાં આવી છે.