-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
ખુદની ઓકાત અને ઇશ્વરની સોગાત કયારેય ન ભૂલવી
ભાવેશભાઇ ચેલાણી કહે છે, મારા માતુશ્રી હંમેશા એક વાત યાદ કરાવે છે.... : સંતુષ્ટિ શબ્દ નિરંકારી મિશનના વડા પૂ.બાબા હરદેવસિંહજી મહારાજે આપ્યો છેઃ માતુશ્રી વીણાબેને છૂટક સિલાઇ કામ કરીને ગુજરાન ચલાવ્યું હતું

રાજકોટ : ખુદની ઓકાત અને ઇશ્વરની સોગાત કયારેય ન ભુલવી... આપણી ક્ષમતા કરતા પરમાત્મા આપણને વધારે આપે છે. એ ભાવ રાખીને જ કામ કરતા રહેવું.
સંતુષ્ટિ શેઇકસ પ્રા. લિ.ના ડાયરેકટર ભાવેશભાઇ ચેલાણીએ 'અકિલા' સાથે વાતચીત કરતા કહયું હતું કે, ઉપરનું ચિંતન મારા માતુશ્રી વીણાબેનનું છે. તે હંમેશા આ વાત યાદ કરાવે છે અને કહે છે કે માણસે હંમેશા ઇશ્વર પ્રત્યે આભાર પ્રગટ કરતા રહેવું જોઇએ....
ભાવેશભાઇ કહે છે કે, સંતુષ્ટિની સફળતાના પાયામાં ઇશ્વર તથા ગુરુદેવની કૃપા, માતા-પિતાના આશીર્વાદ અને સુનીલભાઇની મહેનત ધરબાયેલી છે.
સંતુષ્ટિ શબ્દ પાછળ પણ સરસ સ્ટોરી છે. ભાવેશભાઇએ જણાવ્યું હતું કે, અમે આણંદમાં હતાં. નિરંકારી મિશનના વડા પૂ. બાબા હરદેવસિંહજી મહારાજે ત્યારે કહયું હતું કે, તમે આનંદમાં તો છો જ, હવે સંતુષ્ટિ તરફ પ્રયાણ કરો... આ દૃષ્ટિકોણથી પૂ. ગુરુદેવ સંતુષ્ટિ શબ્દ આપ્યો હતો.
ભાવેશભાઇ કહે છે કે, સૌથી મોટો માનવ ધર્મ છે. આપણે ધાર્મિકને બદલે આધ્યાત્મિક બનીએ ત્યારે માણસાઇના લક્ષણો પ્રગટે છે. આ દૃષ્ટિકોણથી સંતુષ્ટિ શેઇકસ પ્રા. લિ. માનવતાના કાર્યમાં પણ સક્રિય છે.
આ ઉપરાંત અમે અમારી પ્રોડકટ પણ ભરોસા પાત્ર બને તે માટે પ્રારંભથી જ સક્રિય છીએ. ગ્રાહકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને પ્રોડકટમાં ગુણવતા સાથે કયારેય બાંધછોડ કરતા નથી. ઉપરાંત સંતુષ્ટિની પ્રોડકટ સંપૂર્ણ પણે નેચરલ રાખી છે. આરોગ્યને નુકસાન કરે તેવી સામગ્રી પ્રોડકટમાં વાપરતા નથી. વિવિધ ફલેવર પણ સંતુષ્ટિ ખુદ બનાવે છે. ફલેવરનું ક્ષેત્ર પણ અમે જ વિકસાવ્યું છે.
આ તમામ કારણોસર વડોદરાના સન્માનીય અને અગ્રણી મહિલા તેજલબેન અમીને એક વીડીયોમાં જણાવ્યું હતું કે, સંતુષ્ટિની પ્રોડકટનું સ્ટાન્ડર્ડ આંતર રાષ્ટ્રીય છે.
ચેલાણી પરિવારે નિષ્ઠા-સદ્વૃત્તિ-શ્રમનો સંગમ રચીને સંતુષ્ટિનો પ્રારંભ કર્યો હતો. ૧૦ * ૧પ ના નાનકડા સ્ટોરમાં શરૂ થયેલો આ વ્યવસાય વૈશ્વિક સ્તરે ડંકા વગાડવા તરફ છે. સંતુષ્ટિની ફેકટરીમાં હાલ ૩ થી પ હજાર લીટર પ્રોડકશન ક્ષમતા છે. ભાવેશભાઇ કહે છે કે ઇટાલીયન કંપનીના સહયોગથી સંતુષ્ટિની નવી ફેકટરી ટૂંક સમયમાં શરૂ થઇ જશે, જેમાં દરરોજ પ૦ હજાર લીટર પ્રોડકશન ક્ષમતા હશે.
ભાવેશભાઇએ જણાવ્યું હતું કે, અમે સતત ગ્રાહકોનો સર્વે કરીએ છીએ. ગ્રાહકની પસંદગીને હેલ્ધી ઉત્પાદનો આપવા પ્રયાસ કરીએ છીએ. દર ત્રણ મહિને સંતુષ્ટિની નવી પ્રોડકટ આવે તેવી પરંપરા થઇ ગઇ છે.
ભાવેશભાઇ અને સુનિલભાઇએ સાથે મળીને કંપની ખૂબ વિકસાવી છે. પ્રોડકટનું આંતર રાષ્ટ્રીય સ્ટાન્ડર્ડ પ્રાપ્ત કરીને વૈશ્વિક સ્તરે કંપની લોકપ્રિય બનવાની રાહ પર છે.
સમૃધ્ધિ અને લોકપ્રિયતા તરફ દોડી રહેલી સંતુષ્ટિ કંપનીના ડાયરેકટર ભાવેશભાઇ વિનમ્રતાર્થી કહે છે કે, મારા માતુશ્રી જે સિલાઇ મશીન પર શિવણ કામ કરીને ગુજરાન ચલાવતા એ મશીન અમે હજુ રાખ્યું છે. આપણી ઓકાત આ મશીનની હતી, બાકી બધું ઇશ્વરની સોગાત છે...
ભાવેશભાઇ ચેલાણી
મો. ૯૯૦૪૪ ૪૪૪૫૭