-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
ગુજરાતની સૌથી મોટી ખાનગી ડેરી પ્રોડકટ કંપની બનશે
સંતુષ્ટિ વડોદરામાં ૮૦ હજાર સ્કવેર ફૂટમાં ફેકટરી સ્થાપશે : સંતુષ્ટિની સફળતાનો શ્રેય રાજકોટને જાય છે : સુનીલભાઇ ચેલાણી

રાજકોટ : 'સંતુષ્ટિ'ના સ્થાપક સુનીલભાઇએ જણાવ્યું હતું કે, રાજકોટના લોકોના સહયોગથી આજે 'સંતુષ્ટિ' વિશ્વ પ્રસિધ્ધ બ્રાન્ડ બની ગયું છે. 'સંતુષ્ટિ'ની તમામ સફળતાનો શ્રેય રાજકોટને જાય છે, એટલા માટે જ આ શહેરનું ઋણ ચૂકવવા અમે ફરી એકવાર 'સંતુષ્ટિ' તેની જૂની અને જાણીતી જગ્યા પર શરૂ કર્યું હતું.
સુનીલભાઈએ 'સંતુષ્ટિ'નો ગુજરાતની બહાર 'ડેઝર્ટીનો'– એ વેન્ચર ઓફ 'સંતુષ્ટિ'ના નામથી મુંબઈ ખાતે શુભારંભ કર્યો છે. 'મેકિંગ લાઈફ સ્વીટર'ના સૂત્ર સાથે 'ડેઝર્ટીનો'ભારતભરમાં છવાય જશે. સુનીલભાઈને પોતાની પ્રોડકટ્સના સ્વાદ અને ગુણવત્તા પર એટલો ભરોસો છે કે તેઓએ 'ડેઝર્ટીનો'– મુંબઈ ખાતે 'પસંદ ન આવે, તો પૈસા પરત'ની ખુલ્લી ચેલેન્જ મૂકી હતી, જેમાં હજારો મુંબઈવાસીઓની લાઈનો લાગી હતી, પરંતુ એક પણ ગ્રાહક 'સંતુષ્ટિ'વગર જઈ નથી શકયો અને પૈસા પરત માગવાની જગ્યા પર તેઓ 'ડેઝર્ટીનો'થી એટલા તો ખુશ થયા હતા કે તેને ZOMATO ઉપર મુંબઈનું સૌથી ઊંચું રેટિંગ એટલે કે ૪.૯/૫ આપી અનહદ પ્રેમ વરસાવ્યો. ગુજરાત બહાર આજે 'સંતુષ્ટિ''ડેઝર્ટીનો'ના નામથી ધૂમ મચાવી રહ્યું છે, દુબઈ, અમેરિકામાં ન્યુ જર્સી, ઓસ્ટ્રેલીયામાં મેલબોર્ન અને કેનેડામાં કેલગરી જેવા અનેક સ્થળો ખાતે 'સંતુષ્ટિ'ના 'ડેઝર્ટીનો'ના આંતરરાષ્ટ્રીય આઉટલેટ શરૂ કરી સુનીલભાઈ રાજકોટને વિશ્વફલક પર પ્રસિદ્ઘ કરવાના છે, જે રાજકોટવાસીઓ માટે ગૌરવ લેવા જેવી બાબત બની રહેવા પામી છે. અને હજુ પણ ફૂડ ઇન્ડસ્ટ્રીના લોકો 'સંતુષ્ટિ'સાથે જોડવા માટે સુનીલભાઈનો સતત સંપર્ક કરી રહ્યા છે.
સુનીલભાઈની 'સંતુષ્ટિ'તેમના અથાક પ્રયત્નો અને કોઠાસૂઝને કારણે ઇટલીની ૧૫૦ વર્ષ જૂની વિશ્વ પ્રસિદ્ઘ ડેરી 'ચેરી'સાથે કોલાબરેશન કરનાર ભારતવર્ષની પ્રથમ કંપની બની છે. 'ચેરી'ની સાથે મળીને 'સંતુષ્ટિ'એ ૧૦૦% નેચરલ 'ગ્રીક યોગર્ટ'પ્રોડકટ પાંચ અલગ-અલગ ફલેવરમાં લોન્ચ કરી છે, જેને અભૂતપૂર્વ લોકચાહના અને સરાહના મળી રહી છે. તેમજ તમામ આઉટલેટમાં એક સમાન સ્વાદ જળવાઈ રહે તે માટે 'સંતુષ્ટિ'અલ્ટ્રા મોડર્ન ટેકનોલોજીની મદદથી તમામ કોન્સનટ્રેટસ પોતાને ત્યાં જ બનાવતી ભારતની એક માત્ર કંપની છે. ઓટોમેટીક પ્લાન્ટ્સ, આધુનિક પદ્ઘતિ, ઈમ્પોર્ટેડ મશીન્સની મદદથી બરોડા ખાતે ૭૦ થી ૮૦ હજાર સ્કવેર ફૂટમાં ફેકટરી સ્થાપી 'સંતુષ્ટિ'ગુજરાતમાં શરૂ થયેલી દેશની મોટામાં મોટી ડેરી પ્રોડકટ્સ કંપની બનવાની દિશામાં આગળ વધી રહી છે.
સુનીલભાઈની 'સંતુષ્ટિ'નું ફ્રેન્ચાઇઝી મોડેલ પણ સફળતાની નવી ઉંચાઈઓને આંબી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે સુનીલભાઈના સતત સાથ અને માર્ગદર્શનને લીધે 'સંતુષ્ટિ'દ્વારા અપાયેલ તમામ ફ્રેન્ચાઇઝી ખૂબ નફો કરી રહી છે જેનાથી તેમના સંચાલકો શ્રેષ્ઠ સી.ઈ.ઓ. બન્યા છે. સામાન્યતઃ ફ્રેન્ચાઇઝી મોડેલમાં એક તરફ નવા આઉટલેટ ખૂલતા જતા હોય, તો બીજી તરફ ટપોટપ જૂના આઉટલેટ બંધ થતાં હોય, તેવા સમયે 'સંતુષ્ટિ'જ એક માત્ર એવી બ્રાંડ છે, જેની એક પણ ફ્રેન્ચાઇઝી હજી સુધી બંધ નથી થઇ અને જૂના આઉટલેટના માલિકો નવી ફ્રેન્ચાઇઝીની માંગણી કરી રહ્યા છે. આ જ તો છે 'સંતુષ્ટિ'ની સફળતાનો સાચો ગ્રાફ.
'સંતુષ્ટિ'ની તમામ ફ્રેન્ચાઇઝી-આઉટલેટમાં હવે માત્ર શેક જ નહિ પરંતુ વોફલ, આઈસ ક્રીમ, ફાલુદા, લસ્સી, યોગર્ટ, અવનવા દૂધના વ્યંજનો મળીને વેરાયટી પીરસવામાં આવે છે.
શ્રેષ્ઠ ગુણવત્તા અને સ્વાદ જ નહિ, પરંતુ 'સંતુષ્ટિ'દ્વારા સમાજના ઉત્થાન થકી દેશના ઉત્થાનને મિશન બનાવી વિકાસ કરાઈ રહ્યો છે. સ્ત્રી સશકિતકરણમાં પણ અગ્રેસર એવી 'સંતુષ્ટિ'પોતાના નવા આઉટલેટ શરૂ કરવા માટે મહિલા એન્ટરપ્રેન્યોરને ખાસ્સું પ્રોત્સાહન પૂરું પાડે છે. સાથે સાથે તેઓનો ઇન્ટીરીયર સહિતનો ખર્ચ લેવામાં નથી આવતો. 'સંતુષ્ટિ'ના અનેક આઉટલેટ પર મુક-બધીર લોકોને નોકરી આપી તેઓને આર્થિક રીતે પગભર બનાવવામાં મદદરૂપ થવામાં આવે છે. તો 'સંતુષ્ટિ'ની પેપર બેગ વિધવા બહેનોની સંસ્થાઓ પાસે બનાવરાવવામાં આવે છે. 'સંતુષ્ટિ'દરેક માટે છે – ચાહે તે નાનું બાળક હોય કે કુટુંબના કોઈ વડીલ. ભારતીય સંસ્કૃતિ મૂજબ ઉજવાતા તમામ તહેવારોની પણ 'સંતુષ્ટિ'ઉત્સાહપૂર્વક ઉજવણી કરે છે. આવી રીતે 'સંતુષ્ટિ'એ એક તરફ સંસ્કૃતિક મૂલ્યોને ધ્યાનમાં રાખ્યા તો બીજી બાજુ આધુનિક તકનીક થકી વિકાસ પણ સાધ્યો.
સુનીલભાઇ ચેલાણી
મો. ૯૯૦૪૪ ૪૪૪૫૬