-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
ચેતન રામાણીના આંગણે ભાગવત જ્ઞાનયજ્ઞ પ્રારંભઃ દર્શનીય શોભાયાત્રા

રાજકોટ તા. ૧૬ :.. જીલ્લા ભાજપ ઉપપ્રમુખ રાલો સંઘનાં ડીરેકટર ચેતનભાઇ રામાણીના આંગણે આયોજીત શ્રીમદ ભાગવત સપ્તાહ નીમિતે પ્રથમ દિવસે નિકળેલી ભવ્યાતિત તેમજ દિવ્યાતિત પોથીયાત્રામાં બેન્ડની સુરાવલી, ર૧ બુલેટ, ૧૧ અશ્વ (ઘોડા), ૩ ખુલ્લી જીપ, તેમજ ૧ અશ્વ રથ (બગી) જેમાં સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો તેમજ હજારોની સંખ્યામાં હરીભકતો ઉમટી પડયા હતાં.
પોથીયાત્રાનો રૂટ, શ્રી ચેતનભાઇ રામાણીના નિવાસ સ્થાનેથી બેન્ડની સુરાવલી, ર૧ બુલેટ, ૧૧ અશ્વ (ઘોડા), ૩ ખુલ્લી જીપ, તેમજ ૧ અશ્વ રથ (બગી) જેમા સ્વામીનારાયણ સંપ્રદાયના વંદનીય સંતો મારવાડી કોમર્શિયલ બિલ્ડીંગ તરફથી થઇને નાના મૈવા સર્કલથી નહેરૂનગર કોમ્યુનીટી હોલ (કથા સ્થળ) તરફ પોથીયાત્રાએ વિરામ લીધો હતો. સાંસદ સભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ તેમજ અન્ય આગેવાનોએ ૧૧ અશ્વને ખેલાવી તેમજ તેમાં સવારી કરીને એક પોતાનું પણુ દેખાડીને આનંદ માણ્યો હતો. કથા નહેરૂનગર કોમ્યુનીટી હોલ, નાના મૌવા રોડ ખાતે યોજાયેલ છે.
આ પ્રસંગે વિશેષરૂપે ૧પ૧ જવેરાના વૃક્ષનું વાવેતર કરી ને તેની પણ યાત્રા કાઢીને 'પર્યાવરણનું જતન' કરવા માટે નગરવાસીઓનો એક પ્રાકૃતિક સંદશો આપ્યો હતો જેથી 'કોરોના વાઇરસ' ને સામાન્ય પ્રજા સામનો કરી શકે.
પ્રથમ દિવસ જેવા જ અન્ય કાર્યક્રમો આવનારા દિવસોમાં ખુબ જ ધામધુમથી ઉજવાશે. પ્રથમ દિવસે જ પોરબંદરના સાંસદ સભ્ય રમેશભાઇ ધડુક, ધારાસભ્યોશ્રી ગોવિંદભાઇ પટેલ, લાખાભાઇ સાગઠીયા, અરવિંદભાઇ રૈયાણી તેમજ રાષ્ટ્રીય ગૌ સેવા આયોગના ચેરમેન શ્રી વલ્લભભાઇ કથીરિયા, માજી ધારાસભ્યશ્રી ચંદુભાઇ વઘાસીયા ઉપસ્થિત રહ્યા હતાં.
પ.પૂ. સદ્ગુરૂવેર્ય વકતા, શ્રી નિલકંઠ-ચરણદાસજી તેમજ વિવેકસાગરદાસજી સ્વામીના આર્શિવાદરૂપે ફુલહાર, હરિકૃષ્ણ મહારાજની મુર્તિ તેમજ અન્ય ભેટો સ્વીકારી આ પ્રસંગને રૂડી રીતે શોભાવ્યો હતો.
આ પ્રસંગે રાજકોટ સ્વામીનારાયણ ગુરૂકુળના મહંતશ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી, ગઢપુર ટેમ્પલ બોર્ડના ચેરમેન શ્રી હરજીવનદાસજી સ્વામી, રાજકોટ સ્વામી નારાયણ મંદિરના કોઠારી શ્રી રાધા રમણ સ્વામી, સાડળી મંદિરના મહંતશ્રી વિવેક સ્વામી, તેમજ ભકિત-પ્રકાશ સ્વામી તેમજ જેતપુર સ્વામી નારાયણ મંદિરના સાધુ મંડળ ઉપસ્થિત રહ્યા હતાં.