-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
RMCનાં ૩ બીએચકે ફલેટમાં ઓછો પ્રતિસાદઃ માત્ર રપ૦ ફોર્મ આવ્યા પરત
ફોર્મ વિતરણ-પરતનો કાલે છેલ્લો દિ': ૧ર૬૮ આવાસો સામે રપ૬૮ ફોર્મ ઉપડયા

રાજકોટ, તા., ૧૬: મ્યુ. કોર્પોરેશન દ્વારા પ્રધાન મંત્રી આવાસ યોજના અંતર્ગત MIG પ્રકારના એટલે કે ૩ બીએચકે ૧૨૬૮ ફલેટ માટેના આજ દિન સુધીમાં અંદાજીત ૨૫૬૮ હજાર ફોર્મ ઉપડયા છે તેની સામે ૨૫૦ ફોર્મ પરત આવ્યા છે. આ આવાસ યોજનાના ફોર્મ વિતરણ તથા પરત માટે આવતીકાલ તા.૧૭ માર્ચ છેલ્લી છે. RMCના ૩ બીએચકે ફલેટ માટે ઓછો રસ દાખવતા ફોર્મ વિતરણ-પરતની મુદતમાં વધારો થાય તેમ લોકોમાં ચર્ચાઇ રહયું છે. આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ મ્યુ. કોર્પોરેશન દ્વારા શહેરીજનો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નાનામૌવા, યુનિવર્સિટી રોડ, મવડી, ૧૫૦ ફુટ રીંગ રોડ સહિતના વિસ્તારમાં ૧ થી ૩ બીએચકે ફલેટ યોજના અંતર્ગત અનુક્રમે ૫૪૨, ૧૨૬૮ અને ૧૨૬૮ મળી કુલ ૩૦૭૮ આવાસોનું ૧થી ૩ બીએચકે ફલેટની આવાસ યોજના નિર્માણ કરવામાં આવી રહી છે.
તા. ૩ માર્ચથી MIG નાં ં, જયભીમનગર પાસે, હેવલોક એપા. સામે, નાનામવા ખાતે ૨૬૦, વસંત માર્વેલની બાજુમાં, વિમલનગર મેઈન રોડ ખાતે ૨૮૮, ૧૫૦ ફૂટ રીંગ રોડ, ઓસ્કારગ્રીન સિટીની બાજુમાં ૪૪૮, અને સેલેનીયમ હાઈટ્સની સામે, મવડીથી પાળ રોડ ખાતે ૨૭૨ સહિત કુલ ૧૨૬૮ આવાસના ફોર્મ આપવાનું શરૂ કરવામાં આવેલ છે. જેંમા આજ દિન સુધીમાં માત્ર ૨૫૬૮ ફોર્મ ઉપડયા છે પરત માત્ર ૨૫૦ આવ્યા છે.
MIG આવાસની કિંમત ૨૪ લાખ છે. MIG આવાસમાં આ આવાસમાં બે બેડરૂમ, સ્ટેન્ડિંગ બાલ્કની, એક સ્ટડીરૂમ, એક હોલ, કિચન, એટેચ્ડ ટોઇલેટ અને કોમન ટોયલેટની વ્યવસ્થા રાખવામાં આવેલ છે. આકર્ષક એલીવેશન, વિશાળ પાર્કિંગ, અગ્નિ શમન, લીફટની પણ વ્યવસ્થા રાખવામાં આવેલ છે. (૪.૬)
ફલેટની વિસ્તૃત માહિતી
૧ બેડરૂમ ૨ બેડરૂમ ૩ બેડરૂમ ડ્રોઇંગ કિચન ડાઇનીંગ
(સ્કે.ફુટ) (સ્કે.ફુટ) (સ્કે.ફુટ) (સ્કે.ફુટ) (સ્કે.ફુટ)
૯.૧૦ + ૯.૧૦ ૯.૧૦ + ૯.૧૦ ૯.૪+૭.૪ ૯.૧૦+૧૧.૩ ૯.૧૦+૧૫
કયાં - કયાં બનશે આવાસો
* હેવલોક એપાર્ટમેન્ટની સામે, નાના મવા રોડ
*શિવધામ સોસા.ની સામે વિમલનગર મેઇન રોડ
* ઓસ્કાર ગ્રીન સીટીની બાજુમાં,૧પ૦ ફુટ રીંગ રોડની બાજુમાં
* સેલેનીયમ હાઇટસની સામે, મવડીથી પાળ ગામ રોડ