-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
મારો ધુબાકા... 'ધ લાયન વોટર પાર્ક'નો પ્રારંભ
મુંજકા ચોકડીથી આગળ નવા ૧૫૦ ફૂટ રીંગ રોડ ઉપર પાંચ એકર જગ્યામાં ૨૦થી ૨૫ રાઈડ્સનો આનંદ માણી શકાશે : સંતો - આગેવાનોની ઉપસ્થિતિમાં પ્રારંભ

રાજકોટ, તા. ૧૬ : રંગીલા રાજકોટ શહેરના નવા ૧૫૦ ફૂટ રીંગ રોડ પરના મુંજકા ચોકડીથી આગળ 'ધ લાયન વોટરપાર્ક'નો પ્રારંભ થયો છે. હલેન્ડા ગામના શ્રી ઓમકારેશ્વર મહાદેવ મંદિરના મહંત શ્રી નવાનાથજી બાપુ ગુરૂ શ્રી નારણનાથજી બાપુના હસ્તે દીપપ્રાગટ્ય કરી આ વોટર પાર્કને ખુલ્લુ મૂકવામાં આવેલ.
આ પ્રસંગે મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા, શ્રી જયેશભાઈ રાદડીયા, જવાહરભાઈ ચાવડા, શ્રી વિક્રમભાઈ માડમ, શ્રી જયરાજસિંહ જાડેજા, ધારાસભ્ય શ્રી લાખાભાઈ સાગઠીયા, શહેર ભાજપ પ્રમુખ શ્રિ કમલેશભાઈ મિરાણી, હાસ્ય કલાકાર ધીરૂભાઈ સરવૈયા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
વોટર પાર્કના સંચાલક શ્રી મહેશભાઈ બોરીચાએ જણાવેલ કે ઉનાળાના અસહ્ય તાપમાનમાં શહેરીજનો દિવસભર અહિં રહીને વોટર પાર્કની તમામ રાઈડ્સ અને સ્વીમીંગ પુલમાં મોજ કરી શકે તે માટે વિવિધ રાઈડ્સની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. કુલ પાંચ એકર જેટલી વિશાળ જગ્યામાં ૨૦થી વધુ વિવિધ રાઈડ્સ ધરાવતુ આ એક માત્ર વોટર પાર્ક છે. વોટર પાર્કમાં ફૂડ કોર્ટ પણ બનાવવામાં આવ્યુ છે. વિવિધ રાઈડ્સમાં વેવ પુલ રાઈડ્સ, બાળકો માટેની રાઈડ્સ, ફેમીલી રાઈડ્સમાં પારીવારીક આનંદ શકાય તેવી તમામ સુવિધાઓ બનાવવામાં આવી છે. મહિલાઓ અને પુરૂષો માટે અલગ અલગ લોકર રૂમની વ્યવસ્થા છે. વેવ પુલમાં બેસશો તો દરીયામાં મોજા અથડાઈ તે જ રીતે અહિં લોકો માટે સુવિધા ઉભી કરવામાં આવી હોવાનું જણાવાયુ છે.
આ ભવ્ય વોટરપાર્ક મુંજકા ગામના વતની મહેશભાઈ વજુભાઈ બોરીચા, મનુભાઈ કાથડભાઈ સેગલીયા, પ્રવિણભાઇ કાથડભાઈ સેગલીયા, હિતેશભાઈ વજુભાઈ બોરીચા, પ્રવિણભાઈ લાભુભાઈ સેગલીયાના પ્રયત્નોથી તૈયાર થયુ છે. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રભરની જનતાને આ વોટરપાર્કની મુલાકાત લેવા આમંત્રણ અપાયુ છે. સવારે ૧૦ થી ૬ વોટરપાર્ક ખુલ્લો રહેશે. ફી રૂ. ૪૯૯ રાખેલ છે. વધુ વિગતો માટે મો.૯૩૭૫૮ ૫૫૧૫૫ ઉપર સંપર્ક કરી શકાય છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)
સત્તાવાર રીતે વોટર પાર્ક બે સપ્તાહ બાદ શરૂ
રાજકોટ : ધ લાયન વોટર પાર્કના સંચાલક શ્રી મહેશભાઈ બોરીચાએ જણાવેલ કે વોટરપાર્ક ગઈકાલથી શરૂ કરવામાં આવેલ છે. પરંતુ રાજય સરકારના આદેશના પગલે બે સપ્તાહ બાદ વોટરપાર્ક શરૂ થશે તેમ જણાવાયુ છે.