-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
ફેસબુકમાં મહિલાનું ફેક આઇડી બનાવી બીભત્સ લખાણ પોસ્ટ કરી પરેશાન કરનાર પ્રકાશ પકડાયો
મહિલાએ ફરીયાદ કરતા સાઇબર ક્રાઇમની ટીમે વડોદરાના આઇટીના છાત્ર સંજય શીમ્પીને દબોચ્યો

રાજકોટ તા. ૧૬ : શહેરના કાલાવડ રોડ પર હેતી બાવાજી મહિલાના ફેસબુકમાં તેનો ફોટો અપલોડ કરી તેના નામનું ફેક આઇડી બનાવી ફેસબુકમાં બીભત્સ અને અભદ્ર લખાણ પોસ્ટ કરી મહિલાને માનસીક ત્રાસ અને પરેશાન કરનાર વડોદરાના આઇટીના છાત્રને સાઇબર ક્રાઇમની ટીમે ઝડપી લીધો હતો.
મળતી વિગત મુજબ કાલાવડ રોડ પર રહેતી બાવાજી મહિલાના ફેસબુકમાં કોઇ શખ્સે મહિલાનો ફોટો અપલોડ કરી મહિલાના નામનુ ફેક આઇડી બનાવી તેના સગા સંબંધીઓને બીભત્સ અને અભદ્ર લખાણ પોસ્ટ કરી મહિલાને બદનામ કરવાના ઇરાદે માનસીક ત્રાસ અને પરેશાન કરતો કોઇ આ મામલે મહિલાએ પોલીસના સાઇબર ક્રાઇમ વિભાગમાં અરજી કરી હતી. બાદ પોલીસે મહિલાની ફરીયાદ દાખલ કરી સાયબર ક્રાઇમના એસીપી જી.ડી.પલસાણાના માર્ગદર્શન હેઠળ પીઆઇ બી.એમ.કાતરીયા, અુઅુૃઆઇ એમ.એમ.ચાવડા, એએસઆઇ જે.કે. જાડેજા, હેડ કોન્સ સંજયભાઇ ઠાકર, જયદેવભાઇ બોસીયા સહિતે પ્રકાશ સંજયભાઇ શીમ્પી (ઉ.ર૯) (રહે. બી.૧૧૮, રાજરત્ન સોસાયટી, પ્રતાપનગર રોડ, વડોરદા)ને ઝડપી લીધો હતો.પકડાયેલ પ્રકાશ શીમ્પીએ એમએસસીનો અભ્યાસ કરેલ છે જેથી તે ટેકનીકલ જ્ઞાન ધરાવતો હોયજેથી સોશ્યલ મીડીયામાં ફેસબુક મારફતે આ કૃત્ય આચર્યુ હોવાનું જાણવા મળ્યું હતું પોલીસે આ દરજી શખ્સના એક દિવસના રીમાન્ડ મેળવ્યા હતા આજે તેના રીમાન્ડ પુર્ણ થતા કોર્ટ હવાલે કરવામાં આવ્યો હતો.