-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
જૈનોએ જાગૃતિ દર્શાવીઃ મહાવિર જન્મકલ્યાણકના કાર્યક્રમો રદ્દ
કોરોના વાયરસ અંગે રાજય સરકારની ધાર્મિક સંસ્થાઓને જાહેર કાર્યક્રમો ન કરવાની અપીલના અનુસંધાને : મુખ્ય રથયાત્રા, પ્રભાત ફેરી, ભકિત સંગીત સહીતના તમામ કાર્યક્રમો કોરોના વાયરસના કારણે ન યોજવા જૈન અગ્રણીઓનો નિર્ણયઃ પોતાના આસપાસના સ્થાનકોમાં ધર્મ-ધ્યાન કરવા પણ અપીલ

રાજકોટ,તા.૧૬: કોરોના વાયરસના વિશ્વ આખામાં કહેરના વરસાવ્યો છે, ત્યારે સરકાર દ્વારા તકેદારીના પગલા લેવાઈ રહ્યા છે. ગઈકાલે ગુજરાત સરકાર દ્વારા શાળા- કોલેજો, મલ્ટીપ્લેકસો, સ્વીમીંગ પુલો તા.૨૯ સુધી બંધ રાખવાનું નોટીફીકેશન બહાર પડાયેલ. સાથો-સાથ ધાર્મિક સંસ્થાઓને પણ ધાર્મિક આયોજનો ન યોજવા અપીલ કરવામાં આવેલ.
આગામી ૬ એપ્રીલના રોજ રાજકોટ જૈન સમાજ દ્વારા પ્રભુ મહાવિરના જન્મ કલ્યાણકની ઉજવણીને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી હતી, જે તમામ કાર્યક્રમો, પ્રભાત ફેરી, મુખ્ય રથયાત્રા, અન્ય ધાર્મિક તેમજ ભકિત સંગીતના તમામ આયોજનો રાજય સરકારની અપીલ અન્વયે મોકૂફ રાખવામાં આવ્યા હોવાનું ચારેય ફિરકાઓના અગ્રણીઓએ જણાવેલ.
કોરોના વાઈરસના અનુસંધાનમાં સાવચેતીના ભાગરૂપે ગુજરાત સરકારે શાળા,કોલેજ,મોલ વગેરે બંધ કરવાનો પરિપત્ર બહાર પાડેલ છે. સરકારે ધાર્મિક સંસ્થાઓને પણ જાહેર કાર્યક્રમોનું આયોજન ન કરવા અપીલ કરેલ ર્છેં તે અંતર્ગત સમસ્ત રાજકોટ સ્થાનકવાસી જૈન સંઘોના અગ્રણીઓની મીટીંગ વિરાણી પૌષધ શાળા, રાજકોટ સ્થાનકવાસી જૈન મોટા સંઘ ખાતે આજે સોમવાર તા.૧૬ના રોજ યોજાયેલ.
મીટીંગમાં ઉપસ્તિત જૈન સમાજના અગ્રણીઓએ નિર્ણય કર્યો કે અનંત ઉપકારી ભગવાન મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવ અંતર્ગત મહાવીર પ્રભાત ફેરી - શોભાયાત્રા સહિતના તમામ આયોજનો બંધ રાખવામાં આવશે. દરેક શ્રાવક - શ્રાવિકાઓએ નજીકના ધર્મ સ્થાનકમાં તપ - જપ સહિતની ધર્મ આરાધના કરવી.જગતના સર્વે જીવો સુખ, શાંતિ,સમાધિ અને પરમ શાતા પામે તે લક્ષે નમો જિણાણં, જિયં ભયાણં, આરૂગ્ગ બોહિલાભં, સિધ્ધા સિધ્ધિ મમ દિ સંતુ,સંતિ - સંતિ કરે લોએ એટલે કે જગતના તમામ જીવો શાતા પામો તેવા શુભ ભાવ સાથે જૈન સમાજે પરમાત્માને પ્રાર્થના કરવા. સમસ્ત રાજકોટ સ્થાનકવાસી જૈન સમાજે નમ્ર અનુરોધ કરેલ છે.
શ્રી રાજકોટ સ્થા.જૈન મોટા સંઘ, શ્રી સરદાર નગર સ્થા.જૈન સંઘ,શ્રી સદર સ્થા.જૈન સંઘ,શ્રી જૈન ચાલ સ્થા.જૈન સંઘ,શ્રી જંકશન પ્લોટ સ્થા.જૈન સંઘ,શ્રી ભકિત નગર સ્થા.જૈન સંઘ, શ્રી રોયલ પાર્ક સ્થા.જૈન મોટા સંઘ,શ્રી મનહર પ્લોટ સ્થા.જૈન સંઘ,શ્રી શેઠ ઉપાશ્રય સ્થા.જૈન સંઘ,શ્રી રેસકોર્સ પાર્ક સ્થા.જૈન સંઘ,શ્રી શેઠ આરાધના ભવન જૈન સંઘ,શ્રી ઉવસગ્ગહરં સાધના ભવન જૈન સંઘ,શ્રી મહાવીર નગર સ્થા.જૈન સંઘ,શ્રી ગીત ગૂર્જરી સ્થા.જૈન સંઘ,શ્રી નાલંદા સ્થા.જૈન સંઘ,શ્રી શ્રમજીવી સ્થા.જૈન સંઘ,શ્રી ગોંડલ રોડ વેસ્ટ સ્થા.જૈન સંઘ,શ્રી ઈન્દ્રપ્રસ્થનગર સ્થા.જૈન સંઘ,શ્રી રામ કૃષ્ણ નગર સ્થા.જૈન સંઘ,શ્રી સાધુ વાસવાણી રોડ વિમલનાથ સ્થા.જૈન સંઘ, શ્રી સરિતા વિહાર સ્થા.જૈન સંઘ,શ્રી વૈશાલી નગર સ્થા.જૈન સંઘ,શ્રી નેમિનાથ - વીતરાગ સ્થા.જૈન સંઘ,શ્રી પ્રહલાદ પ્લોટ સ્થા.જૈન સંઘ,શ્રી વખારીઆ હરિ - જયોત સ્થા.જૈન સંઘ, શ્રી ઋષભદેવ સ્થા.જૈન સંઘ,શ્રી આનંદ નગર સ્થા.જૈન સંઘ,શ્રી ચૈતન્ય દેવી સ્થા.જૈન સંઘ, શ્રી સંઘાણી સ્થા.જૈન સંઘ,શ્રી અજરામર સ્થા.જૈન સંદ્ય સહિત દરેક સંઘોએ જાહેર કાર્યક્રમો ન કરવા અને સરકાર દ્વારા કોરોના વાઈરસમાં સાવચેતીમાં સહયોગ આપવા સમ્મતિ વ્યકત કરેલ તેમ સમસ્ત રાજકોટ સ્થાનકવાસી જૈન સમાજની યાદિમાં જણાવાયું છે.
માંડવી ચોક જિનાલય
રાજકોટ જૈન તપગચ્છ સંઘ દ્વારા આ વર્ષે પ્રભુ મહાવિર જન્મ કલ્યાણકની માંડવી ચોક (દાદા વાડી) જિનાલયે ભવ્ય ઉજવણી કરવાનો નિર્ધાર કરવામાં આવેલ. પણ હાલની કોરોના વાયરસની ગંભીરતા અને રાજય સરકાર દ્વારા ધાર્મિક સંસ્થાઓને આયોજન ન કરવાની અપીલના કારણે તમામ મહાવિર જન્મ કલ્યાણકના કાર્યક્રમો મોકૂફ રખાયા હોવાનું પ્રમુખ જીતુભાઈ ચા વાળાએ જણાવેલ.
ટીમ જૈનમ
રાજકોટમાં પ્રભુ મહાવિર જન્મ કલ્યાણક નિમિતે ભવ્ય રથયાત્રા જૈનમ ટીમ દ્વારા યોજવામાં આવે છે. આ વર્ષે પણ રથયાત્રાને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવેલ. ધાર્મિક સંગઠનોએ આયોજન ન કરવાની રાજય સરકારની અપીલને માન્ય રાખી ટીમ જૈનમ દ્વારા પણ આ વર્ષે મુખ્ય રથયાત્રા નહીં યોજવાનું જૈનમના અગ્રણીઓ જણાવેલ છે.
જૈન વિઝન
અનંત ઉપકારી શ્રમણ ભગવાન પ્રભુ મહાવીર સ્વામીનો જન્મ કલ્યાણક મહોત્સવ આવી રહ્યો છે.
જૈન વિઝન છેલ્લા સાત વર્ષથી ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક મહોત્સવની અભૂતપુર્વ રીતે ઊજવણી કરે છે.
અને આ વષે આઠમાં વર્ષમા પ્રવેશતા ભવ્યાતિભવ્ય એવા આઠ નોખા - અનોખા સાંસ્કૃતિક તેમજ ભકિતના કાર્યક્રમ અને આઠ સેવાકીય કાર્યક્રમ કરવા અને તે માટેની છેલ્લા ૨-૩ મહિના થી ઉત્સાહ પૂર્વક તૈયારી ચાલી રહી હતુ.
પરંતુ હાલમાં, સમગ્ર વિશ્વ કોરોના વાઈરસથી ભયભીત છે. અમુક દેશોમાં તો કટોકટી પણ જાહેર થયેલ છે. આ મહામારી રોગ ના સાવચેતી ના પગલાં રૂપે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ પણ સાવચેતી ના પગલાં રૂપે જાહેર કાર્યક્રમો ન કરવા નું સૂચન કરેલ છે, તેના અનુસંધાને હાલ પુરતાં આ મંગલ મહોત્સવને, આ આઠમા વર્ષે સાંસ્કૃતિક કાર્યક્રમો મુલત્વી રાખેલ છે.
કરૂણા અપનાવો,કોરોના ભગાવો ના સૂત્ર ને સમાજ સામે મૂકી જૈનવિઝન સાંસ્કૃતિક કાર્યક્રમો ને બદલે સેવા ના અવિરત ભગીરથ કાર્યો કરી આપણા ઉપકારી ભગવાન મહાવીર સ્વામી જન્મ કલ્યાણક ઉજવી ને દુનિયા ને પ્રભુ વીરે અહિંસા ના સૂત્ર ''જીવો અને જીવવા દો''ને અપનાવવા વિશ્વ ને પ્રેરણા કરશે અને શુભ થાઓ આ સકલ વિશ્વનું એવી ભાવના સાથે આ કોરોના અને એના જેવા ભંયકર કોઈ પણ રોગો થી, ઉપદ્રવ થી..
સમગ્ર વિશ્વ મુકત થાય અને શાતા પામે તેવા ઉદ્દેશથી સેવા ના કાર્યો ચાલુ રાખશે....
અને અતિ લોકપ્રિય એવા આવો રે આવો મહાવીર નામ લઈએ એ જાહેર કાર્યક્રમ પણ હાલ પૂરતો મુલત્વી રાખેલ છે.