-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
લુંટના ગુનામાં પકડાયેલ આરોપીની રીમાન્ડ મળવાની અરજી રદ
રાજકોટ, તા., ૧૬: લુંટના ગુન્હામાં ૧૬ મહીનાથી ફરાર આરોપી રમેશ રાણાની પોલીસ રીમાન્ડ ઉપર લેવાની અરજીને અદાલતે રદ કરી હતી.
આ કામની પોલીસ ફરીયાદની ટુંકી વિગત એવી છે કે તા.ર૩-૧૧-ર૦૧૮ના સાંજે ૬ વાગ્યે ફરીયાદી (ઇજા પામનાર) હીતેષભાઇ અકબરી રહે. નાની અમરેલી તેમના ફઇબા દોશી હોસ્પીટલ ખાતે દાખલ હોય ખબર પુછીને પોતાના મોટર સાઇકલ ઉપર ઘરે જતા હતા ત્યારે રાજકોટ કાલાવડ રોડ ઉપર મોટર ધ વીલેજ પાસે પહોંચતા આરોપી રમેશ રાણા તથા અન્ય બે ઇસમોએ સ્કોર્પીયોમાં આવી ફરીયાદીના મોટર સાયકલ આડે ર્સ્કોપીયો નાખી નીચે ઉતરીને ફરીયાદીને લાકડી તથા પાઇપ વડે બન્ને પગમાં તથા વાસાના ભાગે માર મારી ફરીયાદીનો સોનાનો ચેઇન આશરે દોઢ તોલા તથા રોકડ રકમ રૂ. ર૦,૦૦૦ તથા ઓપો કંપનીનો મોબાઇલ આ તમામ વસ્તુઓની લુંટ કરી એકબીજાની મદદગારીમાં ગુન્હો કરેલ હતો. જે અંગે પોલીસે રીમાન્ડ માંગી હતી.
કોર્ટે ઉભયપક્ષોની રજુઆતો આરોપીના વકીલની મૌખીક દલીલો તથા રજુ થયેલ ઉચ્ચ ન્યાયાલયોના ચુકાદાઓમાં રીમાન્ડ અંગેના પાયાના સીધ્ધાંતો તથા કેસની હકીકતો ધ્યાને લઇ રાજકોટના એડી. ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ શ્રી એમ.વી.ચૌહાણ આરોપીને ૭ દિવસ માટે રીમાન્ડ ઉપર લેવાની અરજી નામંજુર કરેલ છે.
આ કામે આરોપી રમેશ રાણા વતી રાજકોટના વકીલશ્રી રૂપરાજસિંહ પરમાર, અજીત પરમાર, કુલદીપસિંહ, ભરત સોમાણી, શિવરાજસિંહ તથા શકિત ગઢવી રોકાયેલ હતા.