-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
કોરોના સામે સાવચેતીઃ ર૯ મી સુધી શાળા-કોલેજો બંધ ચાલુ પરીક્ષા પુર્ણ કરી નવી ૩૦ માર્ચ પછી યોજાશે
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં લેવાયેલ મહત્વપુર્ણ નિર્ણય સ્ટાફે ફરજ બજાવવાની રહેશે

રાજકોટ, તા., ૧૬: કોરોનાની મહામારી સામે ગુજરાતે સાવચેતીરૂપ મહત્વના નિર્ણય લઇ શાળા-કોલેજો બંધ રાખવાનો આદેશ આપ્યો છે.
શિક્ષણ વિભાગે એક જાહેરાત
નોવેલ કોરોના વાયરસ (COVID-19) કે જેને WHO દ્વારા વૈશ્વીક મહામારી જાહેર કરવામાં આવેલ છે. કોરોના વાયરસનો ફેલાવો શ્વાસોશ્વાસ દ્વારા, ડ્રોપલેટ દ્વારા સીધા સંપર્કથી થતો હોય છે. હાલમાં વિશ્વમાં તથા દેશમાં પ્રવર્તી રહેલ કોરોના વાયરસની પરિસ્થિતિને ધ્યાને લેતા રાજયમાં કોરોના વાયરસની પરિસ્થિતિને ધ્યાને લેતા રાજયમાં કોરોના વાયરસનો ફેલાવો ન થાય તે માટે ભારત સરકાર તરફથી પરીપત્ર મારફતે સમયાંતરે મળેલ સુચનાઓને ધ્યાને લઇ તકેદારીના પગલારૂપે મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને મળેલ બેઠકમાં લેવામાં આવેલ નિર્ણયાનુસાર તાત્કાલીક અસરથી રાજયની તમામ શાળાઓ, કોલેજો, યુનિવર્સિટીઓ તથા ઉચ્ચ શૈક્ષણીક સંસ્થાઓ તેમજ ગુજરાત રાજયમાં કાર્યરત કેન્દ્ર સરકાર તેમજ રાજય સરકાર તથા સ્વાયત સંસ્થાઓ હસ્તકની તમામ શૈક્ષણીક સંસ્થાઓમાં તા.૧૬-૩-ર૦ર૦ થી ર૯-૩-ર૦ર૦ં સુધી શૈક્ષણીક કાર્ય બંધ રાખવાની સુચના બહાર પાડવામાં આવે છે.
જાહેનામા અનુસાર અંતર્ગત હાલ ગુજરાત માધ્યમીક શિક્ષણ બોર્ડ અને સીબીએસઇ દ્વારા ચાલી રહેલ ધોરણ-૧૦ અને ધોરણ-૧રની પરીક્ષાને લાગુ પડશે નહી. કોઇ પણ શાળામાં વાર્ષિક પરીક્ષાઓ ચાલુ થઇ ગઇ હોય તો આગામી સપ્તાહમાં પુર્ણ કરવાની રહેશે. જેમાં પરીક્ષાઓ ચાલુ ન હોય તેવી બાકી તમામ શાળાઓમાં તા.૩૦-૩-ર૦ર૦ થી પરીક્ષાઓનું આયોજન કરવાનું રહેશે. સરકારી પ્રાથમીક, માધ્યમીક તેમજ ઉચ્ચતર માધ્યમીક શાળાઓમાં તા.૩-૩-ર૦ર૦ થી શરૂ થનાર વાર્ષિક પરીક્ષાઓનું સંબંધીત ખાતાના વડાની કચેરી દ્વારા નવેસરથી પરીક્ષાનું સમય પત્ર અલગથી બહાર પાડવાનું રહેશે.
જયારે શાળાઓ કોલેજો અને યુનિવર્સિટી સહીત તમામ સંસ્થાઓના શૈક્ષણીક તેમજ બીન શૈક્ષણીક કર્મચારીઓએ જે તે સંસ્થા ખાતે ફરજ પર હાજર રહેશે.